મોરબી : ધૂનકીર્તન પહેલા મહિલાઓએ પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી આપી

- text


પહેલા ભારતમાતાના સપૂતોને અંજલી પછીજ ભગવાનની અર્ચના કરાઈ

મોરબી : મોરબીની બુઢા બાવા શેરીમાં મહિલાઓ દ્રારા ધૂનકીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ પ્રથમ રાષ્ટ્ માટે વીરગતિ પામેલા પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી આપી તેમની શહાદતને કોટિકોટી નમન કર્યા બાદ જ ભગવાનની અર્ચના કરી હતી.

જમ્મુ કાશ્મીરના પુલવામાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોની શહાદતને આખો દેશ નતમસ્તક વંદન કરી રહ્યો છે.મોટાભાગના લોકો કોઈપણ કાર્યક્રમોમાં પહેલા પુલવાના શહીદોને કોટિકોટી નમન કરી શ્રદ્ધાંજલી આપ્યા બાદ જે તે કાર્યક્રમની શરૂઆત કરે છે.આવી જ રીતે મોરબીમાં શ્રધ્ધાળુ મહિલાઓ દેશ માટે જાન ન્યોછાવર કરનાર પુલવાના શહીદોને અંજલિ આપ્યા બાદ જ ઈશ્વરની ભક્તિ કરી હતી.જેમાં મોરબીની બુઢા બાવા શેરીમાં મહિલાઓ દ્વારા ધૂન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી મહિલાએ પ્રથમ દેશપ્રેમને પ્રાધાન્ય આપી આ કાર્યક્રમની રાષ્ટ્ગાન સાથે શરૂઆત કરી પુલવાના શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી.ત્યાર બાદ જ ધૂન ભજન કીર્તન કરીને ઈશ્વરની આરાધના કરી હતી.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text