મોરબી : નવજીવન સ્કૂલમાં સપ્તરંગ 2019 કાર્યક્રમ અંતર્ગત સામાજિક સંદેશ અપાયો

- text


શાળાના 475 વિદ્યાર્થીઓ દ્વારા 7 મુખ્ય થીમ આધારિત કાર્યક્રમમાં જનજાગૃતિ લાવવાનો પ્રશંસનીય પ્રયાસ

મોરબી : મોરબીની નવજીવન સ્કૂલમાં સપ્તરંગ 2019 શિર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગીદારી કરી વિવિધ પ્રકારના સામાજિક સંદેશાઓ આપ્યા હતા.

7 પ્રકારની મુખ્ય થીમ આધારિત આ કાર્યક્રમમાં બેટી બચાઓ – બેટી પઢાઓ, સેવ વોટર, સેવ ટ્રી, ટેરિરિસ્ટ, ચાઈલ્ડ લેબર, ક્લીન ઇન્ડિયા અને મોબાઈલ ઈફેક્ટ જેવા વિષયો હેઠળ સકારાત્મક સંદેશા આપવા માટે શાળાના 475 વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. વિવિધ વિષયો ઉપર પ્રભાવક સંદેશ આપવા માટે વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય વીર સૈનિકોની શહાદતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્ય કાર્યક્રમને ઉપસ્થિત વાલીગણ તેમજ શાળાના શિક્ષણ મંડળના હોદ્દેદારો ઉપરાંત હાજર મીડિયાકર્મીઓએ પણ મન ભરીને માણ્યો હતો.

- text

“એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભરલો પાની, જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરો કુરબાની” જેવા દેશ ભક્તિના ગીત પર શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text