દયાનંદ સરસ્વતીના રંગે રંગાયેલું છે ટંકારા : શાળા, કોલેજ અને દુકાનોના નામ પણ મહાન વિભૂતિના નામે

- text


 

ટંકારાના મુખ્ય પ્રવેશદ્વારથી લઈ સરકીટ હાઉસના કક્ષ સુધી મહર્ષિના નામની બોલબાલા

ટંકારા : અત્યારે તો ટંકારા આખુ ઋષિ ના રંગે રંગાઈ ગયુ છે બજારો અને મહોલ્લામા ओरूम ધ્વજાઓ ફરકી રહી છે ત્યારે ટંકારામા કાયમી માટે મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામે ઓળખીતી જગ્યા કેટલી ? આ સવાલ સ્વાભાવિક પણે થાય..ચાલો આજે ફોટો સ્ટોરી સાથે જાણીએ કે ટંકારા કઇ – કઈ જગ્યાના નામ મહાન વિભૂતી મહર્ષિ દયાનંદ સરસ્વતી નામ સાથે જોડાયેલ છે.

સૌ પ્રથમ તો તાલુકા પંચાયત, પંચાયત ભવન ને મહર્ષિ દયાનંદ સરસ્વતીનુ નામ આપ્યું છે. એવી જ રીતે શહેરના પ્રથમ અધીકારી એટલે મામલતદારની ચેમ્બરમાં મહર્ષિનો વિશાળ ફોટો છે. બીજુ ટંકારામા પ્રવેશતા જ મુખ્ય પ્રવેશ દ્વારને પણ દયાનંદ સરસ્વતીના નામથી છે.

મુળશંકરને જે મંદિરમાં જ્ઞાન થયુ તે દયાનંદ જ્ઞાન મંદિર તરીકે પ્રખ્યાત છે એથી આગળ આવતા દયાનંદ સરસ્વતીનુ જન્મ સ્થળ છે જ્યાં આખુ જીવન ચરિત્ર ફોટા સાથે દર્શાવ્યું છે તો શહેર મધ્યે આવેલ માધ્યમિક શાળા પણ દયાનંદ સરસ્વતી વિવિધલક્ષીના નામે છે એવીજ રીતે બી.એડ. કોલેજ પણ છે જે રાજકોટ મોરબી રોડ પર આવેલી છે શહેરનુ નાક એટલે દરબારગઢ જેને દયાનંદ ચોક તરીકે આજે ઓળખાય છે.

જ્યા ગુરૂકુલનો મુખ્ય દરવાજો પણ આવેલ છે. એજ ચોકમા મહર્ષિ દયાનંદના નામથી સ્ટેશનરીની દુકાન આવેલી છે, ટંકારાની સૌથી મોટી ખાનગી હોસ્પિટલનુ નામ પણ દયાનંદ સરસ્વતી નામે છે.

ઉપરાંત બહુ ઓછા લોકો ને ખબર હશે કે ટંકારા સરકિટ હાઉસના વી.વી.આઈ.પી. ખંડને દયાનંદકક્ષ નામ અપાયું છે.

- text

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ શરૂ કરેલી આર્યસમાજ અહી પણ કાર્યરત છે જ્યા યુવાનોમાં દેશદાઝ અને વેદ જ્ઞાન પિરસાઈ રહયા છે. ટંકારામા દયાનંદનગર અને દયાનંદ સોસાયટી પણ આવેલ છે, તદ્ઉપરાંત દયાનંદ પાઈપ, દયાનંદ જીન ઈન્ડસ્ટ્રીઝ, પોલીપેક, સહીત લોકો ભગવાનની જેમ દયાનંદના ફોટા ઓફીસ દુકાનોમા રાખે છે આધુનિક ટેકનોલોજીમા મોબાઇલની રીગટોન અને ડીપી મા પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી આગવુ સ્થાન પામ્યા છે.

- text