મોરબીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા

- text


 

મોરબી : મોરબીમાં આજે અચાનક વાતાવરણ વાદળછાયું બની જતા ધીમી ધારે છાંટા પડ્યા હોવાનું નોંધાયું છે. જો કે ફરી બીજી વખત આ રીતે વાતાવરણમા આવેલા બદલાવે લોકોમાં આશ્ચર્ય જગાડ્યું છે.

- text

મોરબીમા આજે વાતાવરણમા અચાનક બદલવ આવ્યો હતો. સવારના ૧૦:૩૦ના અરસામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ સાથે અનેક જગ્યાએ છાંટા પણ પડયા હોવાનું નોંધાયું છે. જો કે અગાઉ થોડા દિવસો પૂર્વે પણ મોરબી અને કચ્છમાં આજ પ્રકારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ નોંધાયો હતો. તે જ પ્રકારે આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી છાંટા પડયા છે.

- text