મોરબીમાં ૭મીએ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનો શુભારંભ : બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

- text


 

સરદાર બાગ નજીક શરૂ થઈ રહેલ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમા પ્લાય, બોર્ડ અને ડોરનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સાથે એક્સપોર્ટ પણ કરાશે

મોરબી : મોરબીમાં આગામી તા. ૭ને ગુરૂવારના રોજ નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનું ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. આ તકે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગ રૂપે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ અવસરે મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે.

મોરબીમા શનાળા રોડ પર સરદાર બાગ પાસે પેટ્રોલ પંપની સામે નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝનો આગામી તા. ૭ને ગુરૂવારના રોજ શુભારંભ કરવામાં આવનાર છે. નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાય, બોર્ડ અને ડોરનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સાથે એક્સપોર્ટ પણ કરવામાં આવનાર છે. ગ્રાહકોને અહીં પ્લાય, બોર્ડ અને ડોરની વિશાળ રેન્જ જોવા મળશે.

નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા. ૭ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૮ દરમિયાન નવા સાહસના ઉદ્ઘાટન સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી યોજાશે. ઉદ્ઘાટન પ્રસંગે માનસ હનુમાનધામ નવા કટારીયાના ભાનુ મારાજ, સ્વામિનારાયણ સંસ્કારધામના પ્રેમપ્રકાશદાસજી સ્વામી, નિત્યાનંદ આશ્રમ જૂનાગઢના નટુદાદા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, માજી કલેકટર બાબુભાઈ ઘોડાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- text

આ ઉદ્ઘાટનમાં પધારવા તેમજ રક્તદાન કેમ્પમાં પોતાનું યોગદાન આપવા નેચર પ્લાયવુડ ઈન્ડસ્ટ્રીઝ, નેચર કોલ એન્ટરપ્રાઇઝ, નેચર ફ્યુલ કંપની, નેચર બેટરી ઝોન, દાદા સિલેક્શન, યમુના ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ગેસ એજન્સી, અરોમા ફેબ્રિક્સ, ઉમા ઓટો ઇલેક્ટ્રિક, પ્રજાપત સીરામીક બ્રિક્સ , આર્ય રીફેક્ટરી, શિવ માર્કેટિંગ, અશોક પ્લાસ્ટિક અને રઘુનંદન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ સાથે ગિરધરભાઈ કકાસણીયા, નારણભાઈ ભીમાણી, અશોકભાઈ કોટડીયા, બિપિનભાઈ કાનાણી, તુષારભાઈ કગથરા, વિમલભાઈ કાનાણી, રવિભાઈ કાનાણી, કલ્પેશભાઈ આઘેરા, નટવરલાલ ભીમાણી, અશોકભાઈ બી. ભીમાણી, કિશનભાઈ લો, દિપકભાઈ બેડીયા, કેયુરભાઈ કાલાવડીયા,અમૃતભાઇ કાલાવડિયા, મનોજભાઇ ભેંસદડીયા, અશોકભાઇ પાચોટીયા, અશોકભાઈ એલ. ભીમાણી, ગોરધનભાઇ ભેંસદડીયા, હરેશભાઇ ભીમાણી , દેવજીભાઇ રામોલીયા, ચેતનભાઇ કાસુન્દ્રા, દિનેશભાઇ કલોલા, ઉદયભાઈ ભાલોડીયા, હિતેષભાઇ મકવાણા, રસીદ એમ. વકાલીયાએ પણ નિમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો.નં. ૯૩૨૭૨ ૯૪૨૧૮ અથવા ૯૩૨૭૨ ૯૨૪૫૬ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text