મોરબીની નિમિત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલમાં કાલે રવિવારે વાર્ષિકોત્સવ

 

મોરબી : મોરબીની નિમિત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આવતીકાલે રવિવારે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રિ સ્કૂલના ભૂલકાઓ વિવિધ કૃતિઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.

મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે ગેલેક્સી પ્લાઝામાં આવેલ નિમિત જુનિયર ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલના આવતીકાલે રવિવારે સાંજે ૫:૩૦ કલાકે વાર્ષિકોત્સવ યોજાશે. જેમાં ભૂલકાઓ ડાન્સ, પ્રાર્થના, શ્લોક, સ્તુતિઓ સહિતની વિવિધ કૃતિઓ રજૂ કરશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.