મોરબીમાં માસૂમ બાળાની હત્યાના બનાવમાં પાલક માતા સહિત ચાર સામે ગુનો નોંધાયો

- text


 

ફોરેન્સિક પીએમમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા બાળકીની હત્યા થયાનો ભાંડો ફૂટ્યો

મોરબી : મોરબીમાં માસુમ બાળાના શંકાસ્પદ મોતના પ્રકરણમાં ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં આ બનાવ હત્યાનો હોવાનો પર્દાફાશ થયો હતો. જેમાં બાળાનું ગુગળાવાથી મોત થયાનું ખુલતા હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાના હીન પ્રયાસનો ભાંડાફોડ થયો હતો. મૃતકની માતાએ તેના પતિ, પાલક માતા તથા સસરા અને જેઠ સામે પોતાની પુત્રીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે ચારેય અરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસે આવેલ વૃદાવન પાર્કમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની અઢી વર્ષની પુત્રી યશવીનું ગઈકાલે ઘરે રમતા રમતા સોફા પરથી પડી જવાથી મોત થયું હોવાનું બી ડિવિઝન પોલીસમાં જાહેર થયું હતું.જોકે આ માસુમ બાળાના શરીર પર ઇજાના નિશાન હોવાથી પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતા બાળાને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બાદમાં બાળાના મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો હતો. ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં બાળકીનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનું ખુલતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે ધવલભાઈ ત્રિવેદીની સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી રશ્મિબેન દિવ્યેશભાઈની પ્રથમીક પૂછપરછ કરતા આ બનાવ હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પોલીસના જણાવ્યા મુજબ પેશાબ કરવા જેવી સામાન્ય બાબતે પાલક માતાએ ઉશ્કેરાય જઈને બાળાને બે થી ત્રણ વાર જમીન પર પટકી હતી અને તેના પુસ્તકનો ઘા કરતા ચહેરામાં ઇજા થઇ હતી એટલું જ નહીં બાળાનું માથું સોફામાં દબાવી રાખતા અંતે બાળાએ દમ તોડી દીધો હતો. પોતાનું આ પાપ છુંપાવવા માટે પાલક માતાએ અકસ્માતે મોત થયાની ખોટી સ્ટોરી ઉપજાવી કાઢી હતી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં સોતેલી માતાનું પાપ છાપરે ચડીને પોકાર્યુ હતું.

- text

ધવલભાઈ ત્રિવેદીના પ્રથમ પત્ની સાથે મનમેળ ન થવાથી તેઓ પતિ અને પુત્રીથી અલગ રહે છે જ્યારે ધવલભાઈએ રશ્મિબેન સાથે મૈત્રી કર્યા છે. ત્યારે પુત્રીની હત્યા થયાનું ખુલતા તેની માતા રીનાબેન ધવલભાઈ ત્રિવેદીએ આજે બી ડિવિઝન પોલોસ મથકમાં તેના પતિ ધવલભાઈ માધવલાલ ત્રિવેદી અને તેની સાથે મૈત્રીકરારથી રહેતી રશ્મિબેન તથા સસરા માધવલાલ અને જેઠ સંજયભાઈ સામે પોતાની પુત્રીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે બી ડિવિઝન પી.આઇ.કોઢિયાએ આ ચારેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

હતભાગી બાળાના મામાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેની બહેનના પતિ ધવલને સાડાચાર વર્ષ પહેલાં રશ્મિ નામની પરણીત યુવતી સાથે આડો સબંધ બેધાયો હતો.આથી તે સમયે જ ધવલ અને રશ્મિ તેની અઢી વર્ષની પુત્રી સાથે લઈને સુરતથી નસીને મોરબી આવી ગયા હતા. આ બાબત ધવલના પરિવારજનો જાણતા હોવા છત્તા તેની ગુમ થયાની નોંધ કરાવીને અમને તથા પોલીસને ગેરમાર્ગ દોર્યા હતા.ત્યાર પછી તેમની બહેને પુત્રીનો કબ્જો મેળવવા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.પરંતુ ગઈકાલે સુનાવણીમાં એકેય અરોપી હાજર રહ્યા ન હતા ઉપરથી બાળકીનું સોફા પરથી મોત થયાની અમને જાણ કરતા અમે મોરબી દોડી આવીને બનાવ શંકાસ્પદ લાગવાથી પીએમ રિપોર્ટમાં બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.આથી આ ચારેય સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.

- text