વિપસ્યાના શિબિર અંગે ઓરપેટ ગ્રૂપના પ્રવીણભાઈ પટેલ શું કહે છે ? : જોવો ખાસ ઇન્ટરવ્યુ

- text


તન અને મનના બેલેન્સ માટે વિપશ્યના શિબિર ખૂબ ઉપયોગી : પ્રવીણભાઈ ભાલોડિયા

આગામી જુલાઈ માસ સુધીમાં ૮ વિપશ્યના શિબિરોનું આયોજન : પ્રથમ શિબિર ૧૩ થી ૨૪ માર્ચ સુધી યોજાશે

મોરબી : આગામી જુલાઈ માસ સુધીમાં ૯ વિપશ્યના શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ શિબિર તા. ૧૩ થી ૨૪ માર્ચ દરમિયાન યોજાનાર છે. વિપશ્યના શિબિર અંગે ઓરપેટ ગ્રૂપના પ્રવીણભાઈ ભાલોડિયાએ જણાવ્યું કે તન અને મનના બેલેન્સ માટે વિપશ્યના ખૂબ ઉપયોગી છે. દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર તો અચૂક પણે શિબિરમાં ભાગ લેવો જોઈએ.

આગામી વિપશ્યના સ્પેશ્યલ શિબિરનું આયોજન તા. 13 માર્ચ થી 24 માર્ચ સુધી કરવામાં આવ્યું છે. ઉપરાંત આગામી આઠ શિબિરો તા.3 એપ્રિલથી 14 એપ્રિલ, 17 એપ્રિલથી 28 એપ્રિલ, 1 મેથી 12 મે, 15 મેથી 26મે, 29 મેથી 9 જૂન, 12 જૂનથી 23 જૂન, 26 જૂનથી 7 જુલાઈ અને 10 જુલાઈથી 21 જુલાઈ જાહેર કરવામાં આવી છે. આ કાર્યક્રમના નિમંત્રક વિપશ્યના સાધક સમિતિ, મોરબી દ્વારા 18 વર્ષથી ઉપરના તમામને આ કાર્યક્રમનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે.

આ સાથે ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડિયાએ વિપશ્યના શિબિર વિશે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે તેઓએ એક મુંબઇ અને બે બાળામાં આમ કુલ ૩ વિપશ્યના શિબિરમાં ભાગ લીધો છે. તેઓ બિઝનેશના કારણે જ્યારે વધુ સ્ટ્રેસમાં આવી જતા ત્યારે વિપશ્યના શિબિરની મદદ લેતા હતા. વિપશ્યના શિબિરમાં ૧૦ દિવસ સુધી મૌન પાળવાનું હોય છે. જેના કારણે તેઓ પોતાનું સ્ટ્રેસ ભૂલી જતા હતા.

- text

વધુમાં તેઓએ કહ્યું કે વિપશ્યના શિબિરમાં ભાગ લીધો હોય તો એવું લાગે કે આપણે જાણે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યા કોઈ નથી. માત્ર પરમ શાંતિ જ છે. વિપશ્યના શિબિરમા ભાગ લઈએ એટલે જેમ જેમ દિવસો વીતતા જાય તેમ તેમ મગજ શાંત પડતો જાય છે. તેઓએ પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું કે તેઓ પોતાના ઘરે ૭ થી ૮ કલાકની ઊંઘ લેતા હોય છે. પરંતુ વિપશ્યના શિબિરમાં તેઓ માત્ર ૪ થી ૫ કલાક જ ઊંઘતા તેમ છતાં સ્ફૂર્તિ રહેતી હતી. ત્યાંના પ્રવચનમાં તેઓ એટલા ઓતપ્રોત થઈ જતા કે ઘણા પ્રશ્નો એની મેળે જ ઉકેલાઈ જતા હતા.

વધુમાં તેઓએ ઉમેર્યુ કે વિપશ્યના શિબિરમાં સાંજે ધર્મસભા યોજાઇ છે. જેમાં ભાગ લેનાર વ્યક્તિઓ પોતાના પ્રશ્નો ગુરુજી સમક્ષ મૂકે છે. અને ગુરુજી તેના જવાબો આપે છે. વિપશ્યના શિબિરથી શારીરિક ફાયદો એ થયો હતો કે તેનાથી તેઓનું વજન ૩ થી ૪ કિલો ઘટ્યું હતું. પરંતુ તેઓને નબળાઈ પણ ન આવી હતી. આ સાથે તણાવ ભૂલીને તેઓ શાંત પણ રહેતા હતા.

અંતે પ્રવીણભાઈ ભાલોડિયાએ કહ્યું કે જેમ આપણા શરીરને દરરોજ બે ટાઈમ જમવાનું અને એક ટાઈમ નાસ્તો જોઈએ છે. તેમ શારીરિક અને માનસિક શાંતિ પણ જોઈએ છે. જેથી દરેક વ્યક્તિએ વર્ષમાં એકવાર અચૂક પણે વિપશ્યના શિબિરમાં ભાગ લેવો જ જોઈએ.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text