મોરબી : સીરામીક કંપનીને તાળાબંધી કરવાની મજૂરોની ચીમકી

- text


હક્ક હિસ્સા મામલે સીરામીક એકમ સામે ભૂખ હડતાલ કરીને લડત ચલાવતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી

મોરબી : મોરબીના લીલાપર ગામે આવેલા સીરામીક એકમમાં મજૂરીના હક્ક હિસ્સા મામલે આઠ મજૂરો છેલ્લા કેટલાક દિવસથી ભૂખ હડતાલ કરીને લડત ચલાવી રહ્યા છે.તેમ છતાં જવાબદાર તંત્રે સીરામીક એકમ સામે કોઈ કાર્યવાહી ન કરતા અંતે આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરીને જો તેમની માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો આ કારખાનાને બંધ કરવાની ચીમકી આપી છે.

મોરબીના લીલાપર ગામે રહેતા અમૃતલાલ અરજણભાઈ રાઠોડ સહિતના આઠ મજૂરોએ રાજ્યપાલને રજુઆત કરી હતી કે, લિવેન્ટ સીરામીક એકમ સામે મજૂરીના હક્ક હિસ્સાના પ્રશ્ને છેલ્લા કેટલાક દિવસથી ભૂખ હડતાલ કરીને લડત ચલાવી રહ્યા છે. અગાઉ આ કારખાનામાં મજુરી કામ કરતી વખતે આ મજૂરોએ લઘુતમ વેતન અને મળવાપાત્ર હક્ક હિસ્સા મેળવવા માટે સરકારમાં અધિકારીઓ મારફત રજુઆત કરી હતી.તે બદલ સીરામીક એકમના માલિકોએ આ મજૂરોને ધમકાવીને અંતે મજૂરીકામમાંથી છુટા કરી દીધા હતા.આથી આ આઠેય પરિવારોની રોજીરોટી છીનવાતા કફોડી હાલતમાં મુકાઇ ગયા છે અને આ માટે ન્યાય મેળવવા ભૂખ હડતાલ કરવા છતાં પણ સ્થાનિક તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.

- text

આથી મજૂરોએ આખરે રાજયપાલને રજૂઆત કરીને જો આ મામલે યોગ્ય ન્યાય ન મળે તો આગામી તા.13ના રોજ લિવેન્ટ ફેકટરીના દરવાજા આડે ધરણા રૂપે બેસી આ ફેક્ટરીનો તમામ વહીવટી બંધ કરી દેવાની ચીમકી આપી છે. જ્યારે આ સીરામીક ફેકટરીના માલિક ભરતભાઈએ જણાવ્યું હતું કે,આ મજૂરો અમારે ત્યાં કામે જ આવતા ન હતા. એટલે અમારે હક્ક હિસ્સો આપવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી.


મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text