વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરતા મોરબી જિલ્લામાં ખુશીનો માહોલ : હળવદમાં કરાઈ પ્રેરણાદાયી ઉજવણી

- text


વાયુસેનાના પાયલોટ અભિનંદન વર્ધમાનને મુકત કરાતા હળવદના આહિર પરિવારે નવજીવન વિકલાંગ સેવાશ્રયના ૩૦થી વધુ બાળકોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી

હળવદ : ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનને આજે મુકત કરાતા સમગ્ર ભારતમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. ત્યારે આજે હળવદ ખાતે આવેલ શ્રીજી દર્શન સોસાયટી ખાતે રહેતા આહિર પરિવારે નવજીવન વિકલાંગ સેવાશ્રયના ૩૦ જેટલા બાળકોને ભોજન કરાવી અનેરી ખુશી વ્યકત કરી હતી.

તાજેતરમાં પાકિસ્તાનના બે ફાઈટર જેટે ભારતની સીમાની અંદર પ્રવેશીને વિસ્ફોટ કર્યો હતો ત્યારે ભારતીય વાયુસેનાને ત્વરીત જાણ થતા ભારતીય વાયુસેનાના ફાઈટર જેટે પાકિસ્તાનના બન્ને જેટનો પીછો કર્યો હતો. આ વેળાએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાનનું એક જેટ તોડી પાડયું હતું અને અભિનંદનનું જેટ ક્ષતિગ્રસ્ત થઈ જતા ક્રેશ થઈ ગયું હતું. જાકે અભિનંદને સુરક્ષિત રીતે પેરાસુટ વડે ઉતરાણ કર્યું હતું પરંતુ અભિંનંદનને પાકિસ્તાની આર્મીએ પકડી પાડયો હતો. બાદમાં પાક.ના વડાપ્રધાને અભિનંદનને મુકત કરવાની જાહેરાત પણ કરી હતી જેના પગલે આજે સાંજે અભિનંદનને મુકત કરાતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છવાયો હતો. મોરબી જિલ્લામાં પણ ખાસ રીતે વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરવાની ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હળવદ ખાતે આવેલ શ્રીજી દર્શન સોસાયટીમાં રહેતા ગીર બ્રિડર્સના પ્રમુખ અને હોટલ પરિશ્રમના માલિક બી.કે. આહિરના ભાણેજ વિજયભાઈ આહિરે આ ઉત્સાહને અનોખી રીતે ઉજવવા નેમ વ્યકત કરી હતી. જેમાં નવજીવન વિકલાંગ સેવાશ્રયના ૩૦ જેટલા બાળકોને ભોજન કરાવ્યું હતું તો સાથોસાથ વિજયભાઈ આહિર અને તેમના પરિવારે વિકલાંગ બાળકોને ભોજન પીરસી આનંદ પ્રમોદ કરાવ્યું હતું. આ પ્રસંગે વિજયભાઈ આહિર અને તેમના પત્ની, બાળકોએ અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી હતી.

- text

- text