મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ અને સદસ્ય વચ્ચે બબાલ

- text


બે સમિતિમાં નામોમાં ફેરફાર કરવા મામલે જામી પડી : પ્રમુખે નામોમાં ફેરફાર કર્યા આક્ષેપ સાથે સદસ્યએ વિરોધ નોંધાવ્યો

મોરબી : કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં બે સમિતિમાં નામો ફેરફાર કરવાના મુદે પ્રમુખ અને સદસ્ય વચ્ચે બબાલ થઈ હતી.પ્રમુખે જ ગેરકાયદે બે સમિતિમાં નામોમાં ફેરફાર કર્યાનો આક્ષેપ લગાવી સદસ્યએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને ઉપપ્રમુખને પણ અંધારામાં રાખી નામો બદલાવી દીધા હોવાના ભારે આક્ષેપો થતા આજની સામાન્ય સભામાં આ મુદ્દો ગાજયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના સભાગૃહમાં આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં શહીદો ને શ્રધાંજલિ આપવામાં આવી હતી,અને ગત સામાન્ય સભા, આ બેઠકના ઠરાવો અમલી કરવા તથા સમિતિઓની કાર્યવાહીની બેઠકને અને ગત કારોબારીમાં રજૂ થયેલા રૂ.6.39ની પુરાત સાથેનું રૂ.478.80 કરોડના બજેટને બહાલી આપવામાં આવી હતી.

જોકે શિક્ષણ અને કારોબારીની બેઠકની કાર્યવાહીને પેન્ડિગ રખાઈ હતી.તેનું કારણ એ હતું કે.આ સમિતિઓમાં સભ્યોના નામોમાં ફેરફાર થયો હોવાથી આ મામલે પ્રમુખ કિશોર ચીખલીયા અને સદસ્ય હરદેવસિંહ જાડેજા વચ્ચે તું તું મેં મેં થઈ હતી.અને બને વચ્ચે ખાસ્સી એવી જીભાજોડી જામી પડી હતી.સદસ્ય હરદેવસિંહના કહેવા પ્રમાણે અગાઉ સામાન્ય સભામાં જિ. પ.ની સમિતિઓની રચના થઈ હતી.જેમાંથી કારોબારી અને શિક્ષણ સમિતિ માટે પ્રદેશ કોંગ્રેસમાંથી જે સભ્યોના નામો આવ્યા હતા.એ પ્રમાણે જ સામાન્ય સભામાં સમિતિઓની નિમણુક થઈ હતી. આ સમિતિની કાયદેસર રચના થઈ ગયાના બે કલાક પછી પ્રમુખે શિક્ષણ અને કારોબારી સમિતિમાં બે સભ્યોનો ગેરકાયદે ફેરફાર કર્યાનો આક્ષેપ કરીને તેમણે આ મુદ્દે ભારે વિરોધ નોંધાવ્યો હતો.

- text

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ,ઉપપ્રમુખ અને સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર પ્રમુખે નામોમાં ફેરફાર કર્યો છે.જે ગુનો બને છે અને જવાબદારો સામે ફોજદારી કાર્યવાહી પણ થઈ શકે છે.ઉપપ્રમુખે આ અંગે ડી.ડી.ઓને લેખિત ફરિયાદ પણ કરી હતી.સમિતિમાં જે નામોમાં ફેરફાર થયા છે તેની જાણવા મળતી વિગતો અનુસાર સદસ્ય અમુભાઈને શિક્ષણમાંથી કારોબારીમાં અને નિર્મળાબેનને કારોબારીમાંથી શિક્ષણ સમિતિમાં મૂકી દીધા છે.જોકે બે દિવસ પહેલા મળેલી કારોબારીમાં પણ આ મુદ્દો ગાજયો હતો.ત્યારે આજની સામાન્ય સભામાં આ મામલે શાબ્દિક તડાફડી બોલી હતી. જો કે સિંચાઈ અધિકારી હાજર રહેતા ન હોવાથી તેમને કચેરીમાં બે વાર મંગળવાર અને શુક્રવારે હાજર રહેવાની તાકીદે કરાઈ હતી.પરંતુ સિંચાઈ અધિકારીએ કહ્યું કે ચેમ્બર જ નથી તો મારે ક્યાં બેસવું !

આજની સામાન્ય સભામાં કોંગ્રેસના 24 માંથી એક પણ સદસ્યએ પ્રશ્ન ઉઠાવતા ભારે આશ્રય થયું હતું. એકંદરે મજબૂત વિપક્ષ વગરની મોરબી જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ જ વિપક્ષની ભૂમિકામાં હોય તેવો તાલ સર્જાયો છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text