મોરબી જિલ્લામાં ધો.10-12ના 26863 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

- text


પરીક્ષા કેન્દ્રો અને બ્લોકની ફાળવણી : વિધાર્થીઓ અને વાલીઓની મુંઝવણ દૂર કરવા પરીક્ષા કન્ટ્રોલરૂમ શરૂ :અગાઉ ચોરી થઈ હોવાથી માળીયા કેન્દ્ર ગતવર્ષથી જ બાકાત

મોરબી : ધો.10-12ની બોર્ડની પરીક્ષા આગામી 7 માર્ચથી શરૂ થઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધો.10-12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને પરીક્ષા કેન્દ્રો, બિલ્ડીંગ તથા બ્લોકની ફાળવણી કરાઈ છે. જિલ્લાના ધો.10-12ના 26863 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.આ બોર્ડની પરીક્ષા માટે 2 હજારનો સ્ટાફ કામગીરીમાં જોતરાશે.કુલ ધો.10-12ની બોર્ડની પરીક્ષા આપવા માટે 94 બિલ્ડીંગ, 921 બ્લોક છે.

મોરબી જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ધો.10-12ની બોર્ડની પરીક્ષાલક્ષી કામગીરીની તૈયારી કરવામાં આવી રહી છે.જેમાં ધો.10ના 16855 ,ધો.12 સામાન્ય પ્રવાહના 7679 અને ધો.12 સાયન્સના 2329 વિધાર્થીઓ મળીને કુલ 26863 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.ધો.10ની પરીક્ષા આપવા માટે મોરબી, વાંકાનેર,વવાણીયા, ટંકારા, જેતપર, સિધાવદર ,હળવદ, ચંદ્રપુર, ચરાડવા, પીપળીયા એમ દશ કેન્દ્રો,57 બિલ્ડીંગ અને 542 બ્લોક છે.

- text

ધો.12 સામાન્ય પ્રવાહમાં મોરબી, હળવદ,વાંકાનેર, ટંકારા,એમ 4 કેન્દ્રો, 25 બિલ્ડીંગ તથા 253 બ્લોક ધો.12 સાયન્સમાં મોરબી, હળવદ અને વાંકાનેર એમ ત્રણ કેન્દ્રો તથા 12 બિલ્ડીંગ અને 126 બ્લોક તેમજ ધો.10-12ના પરીક્ષા ઝોન તરીકે મોરબીની બોયઝ હાઈસ્કૂલ અને ધો.10ની પરીક્ષામાં ઝોન અધિકારી તરીકે એન.વી.રાણીપા તથા ધો.12 માં બી.એન.વિડજા રહેશે.વિધાર્થીઓ અને વાલીઓની મુંઝવણ દૂર કરવા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં 02822 222875 નંબરનો કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે અને સ્ક્વોડ માટે પાંચની મજુરી માંગી છે.જ્યારે પીપળીયા અને વવાણીયા એમ બે કેન્દ્રો સંવેદનશીલ જહેર કરાયા છે.માળીયામાં અગાઉ ચોરી થતી હોવાનું બહાર આવ્યા બાદ માળીયા કેન્દ્રને ગતવર્ષથી રદ કરીને તેની જગ્યાએ પીપળીયાને કેન્દ્ર તરીકે રખાયું છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text