ટંકારા : આર્ય સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન થયું

- text


આવનારા શિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત થયેલા આયોજનમાં ટંકારાની લીંબડા ચોંક ટિમ બની વિજેતા

ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ – અલગ 16 ટીમોએ ભાગ લીધો હતો. ટંકારા લિમડા ચોકની ટિમ આ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી.

- text

મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિ ટંકારા ખાતે શિવરાત્રીના ઉત્સવનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે તારીખ 24/2/19ના રોજ વોલીબોલ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હટી. જેમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ગ્રામીણ વિભાગમાં ટંકારાની લીમડા ચોક ટીમ વિજેતા બની હતી જ્યારે શહેરી વિભાગમાં બી ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમોને પ્રોત્સાહન ઈનામો ટંકારા ટ્રસ્ટ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આર્ય સમાજના યુવાનો ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text