મોરબી ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની બેઠક મળી

- text


સમય મર્યાદામાં સરકારી યોજનાઓનો ભૌતિક અને નાણાંકિય લક્ષ્યાંક સિધ્ધ કરવાની સુચના આપતા સાંસદ મોહનભાઈ કુંડારીયા

મોરબી : મોરબી ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજવામાં આવી હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ મોહનભાઈ કુંડારીયાએ કેન્દ્ર અને રાજ્ય સરકરાની ચાલુ નાણાંકીય વર્ષની વિવિધ યોજાનાઓની ભૌતિક તથા નાણાંકીય લક્ષ્યાંકો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સંબંધકર્તા ખાતાના અમલીકરણ અધિકારીઓને તાકિદ કરી હતી.

સાંસદ કુંડારીયાએ ભારત સરકાર અને ગુજરાત સરકારની ૨૫ જેટલી વિવિધ યોજનાઓની જાન્યુઆરી-૨૦૧૯ અંતિત સમિક્ષા કરીને જરૂરી માર્ગદર્શન સુચના અમલીકરણ અધિકારીઓને આપી હતી. આ સમિક્ષા કરાયેલ યોજનાઓમાં મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), મિશન અંત્યોદય યોજના, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન (શહેરી), ઈ-ગ્રામ યોજના, આરોગ્ય, પ્રધાનમંત્રી ફસલ યોજના, માળખાકીય વિભાગો સર્વ શિક્ષા અભિયાન સહિતની વિવિધ ખાતાઓની યોજનાઓનો સમાવેશ થાય છે.

- text

આ બેઠકમાં જિલ્લા કલેકટર આર.જે. માકડીયા, ઈ.ચા. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક ડી.ડી.જાડેજા અને જિલ્લાની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કચેરીઓના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text