માળિયા તાલુકાની પ્રા. શાળાઓના આચાર્યોની જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક મળી

આચાર્યોને વધૂમા વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ભલામણ

માળિયા : માળીયા મિયાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોની બેઠક સતેશ્વર હનુમાનજીની જગ્યા સરવડ મુકામે યોજાઇ હતી.જેમા બેઠકના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર એસ.પારેખ દ્વારા શાળામા બાળકોમા ગુણવતા સભર શિક્ષણ સાથે સાથે નૈતિક મુલ્યો અને સારા સંસ્કારોનુ સિંચન થાય તે માટે જરુરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યું હતું..તેમજ આજના આધુનિક સમયમા બાળકોમા શિક્ષણ પ્રત્યે રસ કેળવાય તે માટે ટેકનોલોજીનો વધુમા વધુ ઉપયોગ થાય તે જરુરી છે.તેથી શાળાઓમા ટેકનોલોજીનો વધુમા વધુ ઉપયોગ કરવા પારેખ દ્વારા વિસ્તારથી છણાવટ કરી અને તેનો ઉપયોગ કરવા જણાવ્યુ હતુ. આ ઉપરાંત શાળાઓમા પડતી મુશ્કેલીઓને નીવારવા સ્થાનિક કક્ષાએ યથા યોગ્ય સહકાર મેળવી પ્રશ્નોનુ નિરાકરણ કરવા જણાવાયું હતું.

આમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તા.પ્રા.શિ.અધિ. જિજ્ઞાબેન અમ્રુતિયા તથા માળીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ડી.આર.હુંબલ અને મહામંત્રી એચ.એચ.વરસડા તેમજ માળીયા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના આચાર્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en