માળીયા : ટ્રકની સ્પીડ કાપવાના પ્રયાસમાં બોલેરો ટેઇલર સાથે અથડાતા એકનું મોત

માળીયા : માળીયાના હરિપર ગામ નજીક ટ્રકની સાઈડ કાપવા જતા બોલેરો કાર આગળ જઇ રહેલા ટ્રેઇલર પાછળ ઘુસી ગઈ હતી.આ અકસ્માતમાં બોલેરો કાર ચાલક અમરેલીના યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના બનાવની માળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ગઈકાલે ભાવનગર જિલ્લાના મહુવા ગામે રહેતા અલ્તાફભાઈ દિલાવરભાઈ સિપાઈ અને અમરેલીના હમજા રફીકભાઈ સિપાઈ ઉ.વ.20 પોતાની જી.જે.એ.ડબ્લ્યુ 542 નંબરની બોલેરો કાર લઈને કોઈ કામસર માળીયા નજીક પ્રસાર થઈ રહ્યા હતા અને માળિયાના હરિપર ગામ નજીક બોલેરો કાર ચલાવતા હમજા સિપાઈએ ટ્રકની સાઈડ કાપવાની કોશિશ કરતા તેમની બોલેરો કાર આગળ જઇ રહેલા જી.જે 12.એ.6137 નંબરના ટ્રેઇલર પછળ ધડાકાભરે ઘુસી ગઈ હતી.આ અકસ્માતમાં ગંભીર ઇજા થવાથી હમજા સિપાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અલતાફભાઈ સિપાઈને ઇજા પહોંચી હતી.માળીયા પોલીસે તેમની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en