હળવદના ઘનશ્યામપુરની શાળામાં કરિયર ગાઈડન્સ સહિતના કાર્યક્રમ યોજાયા

- text


હળવદ : હળવદના ઘનશ્યામપુરની સરકારી માધ્યમિક શાળા ખાતે કરિયર ગાઈડન્સ અંતર્ગત ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત શાળામાં ત્રણ દિવસ સુધી ‘ઉજાસભણી’ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને ઉંડાણપૂર્વક માહિતી અપાઈ હતી.
તાલુકાના ઘનશ્યામપુરની સરકારી માધ્યમિક શાળામાં તા.ર૩ સુધી સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ઉજાસભણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાન ડો.કોમલબેન દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. શાળાના આચાર્ય હિતેષકુમાર પટેલ દ્વારા તાલીમના વિષય વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ શિક્ષક આનંદકુમાર જાદવ, પ્રવાસી શિક્ષક વિનોદભાઈ સોનગ્રા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલક કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ વિરલભાઈ દવે દ્વારા પોસ્કો એકટ વિષય પર વિસ્તૃત સમજણ અપાઈ હતી. તો બીજી તરફ શાળા ખાતે ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક તાલીમનું આયોજન કરાયું હતું જેમાં આઈટીઆઈ હળવદના આચાર્ય એ.એમ.ઝાલા ખાસ ઉપÂસ્થત રહી તાલીમનો હેતુ સમજાવ્યો હતો તેમજ ધો.૧૦ પછી શુ ? તેના વિષય પર વિસ્તૃત માહિતી આપ્યા બાદ આઈટીઆઈના ધર્મેન્દ્રભાઈ દવે અને શ્રી પુજારા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કરિયરને લગતી પ્રશ્નોતરી કરી અને નિષ્ણાતો દ્વારા તેમના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. આમ કરિયર ગાઈડન્સ કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text