મોરબીમાં લગ્નવિધિ પહેલા રાષ્ટ્રગાન સાથે શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


ભોરણીયા અને મેંદપરા પરિવારના સંતાનના લગ્નમાં રાષ્ટ્રભક્તિના દર્શન થયા

મોરબી :મોરબીના બંધન પાર્ટી પ્લોટમાં ભોરણીયા અને મેદપરા પરિવારના સંતાનના લગ્ન પ્રસંગે નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડતા પહેલા પુલવામાં ખાતે શહીદ થયેલા 40 CRPFના જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદ જવાનોને નમન કરી ત્યારબાદ લગ્નના પવિત્ર ફેરા લીધા હતા.

મોરબીમાં આજે ભોરણીયા તથા મેંદપરા પરિવારને આંગણે યોજાયેલ લગ્નપ્રસંગે લગ્નવિધિની શરૂઆત કરતા પહેલા શહીદોને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવી હતી અને લગ્નમાં ઉપસ્થિત તમામ લોકોએ રાષ્ટ્ગાન ગાઇને ભરતમાતાના સપૂતોને વિરાંજલી આપી હતી.હાજર રહેલા લોકોએ ભારતમાતા કી જય અને વન્દે માતરમ જેવા નારા લગાવ્યા હતા. સાથે સાથે બાળકો દ્વારા રાષ્ટ્રધ્વજો ફરકાવવામાં આવતા લગ્ન પ્રસંગમાં રાષ્ટ્ભક્તિનો માહોલ છવાયો હતો.આ રીતે આજે લગ્નપ્રસંગે પણ શહીદને યાદ કરી બન્ને પરિવારોએ રાષ્ટ્રભક્તિના દર્શન કરાવ્યા હતા.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text