ટંકારા : મર્ડરના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

- text


એસઓજી ટીમે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ધ્રાંગધ્રાના ગાળા ગામની સીમમાંથી ઝડપી લીધો

ટંકારા : ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ મર્ડરના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ધ્રાંગધ્રાના ગાળા ગામની સિમમાંથી ઝડપી લીધો હતો.

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુચના મળતા મોરબી એસઓજી પો.ઈન્સ. જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હોય દરમિયાન પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ પટેલને મળેલ ખાનગી હકિકત આધારે એ.એસ.આઇ. અનિલભાઇ ભટ્ટ, પો.હેડ કોન્સ.ઇશ્વરભાઇ કલોતરા અને પો.કોન્સ.ભરતસિંહ ડાભીને સાથે રાખી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાળા
ગામની સીમ મનુભાઇની વાડી ખાતે જઇ તપાસ કરતા ટંકારા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૯૪/૨૦૧૫ ઇ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧,૧૧૪ મુજબના ગુનાના કામનો આરોપી સમાડીયો ઉર્ફે સમો ઉર્ફે સોમો ભુલજીભાઇ ઉર્ફે ફુલજીભાઇ ધણાક, ઉ.વ.૨૪ રહે.હાલ ગાળા ગામની સીમ,મનુભાઇની વાડીમાં તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર, મુળ ગામ કનાવટ પો.સ્ટે.રંગપુર તા.જી.છોટા ઉદેપુર વાળો મળી આવતા ધોરણસર અટક કરવામાં આવી હતી. વધુમાં એસઓજી ટીમે આરોપીને ઝડપી લઈ ટંકારા પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો હતો.

- text

- text