ટંકારા :રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની આર્ય વિદ્યાલયમ અનોખી ઉજવણી કરાશે

જ્ઞાન વિજ્ઞાન અને ગણીત નુ પ્રદર્શન યોજાશે.

ટંકારા : હંમેશા સમાજને નવું કૌશલ્ય બતાવવા તત્પર રહેતી સંસ્થા આર્ય વિદ્યાલયમ્ . ખાતે આગામી તા.28/2/19ને ગુરૂવારે સવારે 8 વાગ્યે થી સાજે 5:30 સુધી કૌશલ ભારત- કુશલ ભારતના કન્સેપ્ટ થકી શાળાના બાલઋષિ વૈજ્ઞાનિકો દ્વારા સ્વનિર્મિત પ્રોજેક્ટોનું પ્રદર્શન કરશે જેમા સાયન્સ સીટી તથા બાલવિજ્ઞાન કેન્દ્ર માં જોવા મળતી પ્રતિકૃતિઓ રજૂ કરશે

આ સાથે ભૂલાઈ ગયેલી વિરાસતને ઉજાગર કરતું ગ્રંથ પ્રદર્શન કક્ષ ઉભો કરાયો છે . સર્વ ભાષાની જનની સંસ્કૃતને નજીકથી જાણવાનો મોકો મળશે. જેમા KG થી લઇને શાળાના તમામ બાળકો ભાગ લેશે આપણી ધરોહર એટલે ‘યજ્ઞ’ યજ્ઞનું મહત્વ, યજ્ઞની રચના, યજ્ઞ સામગ્રી, સમિધા, કુંડ, આચમન વગેરેનું નિદર્શન.સાથે આપણો IQ કેટલો છે તેનો ટેસ્ટ કરવામાં આવશે શહિદોને શ્રધ્ધાંજલી આપવાનો વિશેષ રીતે પુષ્પાંજલિ આપી તથા રક્તદાન કરી ને દેશ પ્રેમને જાગૃત કરવામાં આવશે. અંતમાં રાજસ્થાની સંસ્કૃતિની કૃતિ એટલે કે કઠપૂતળી(બત્રીસપૂતલી), અને કલાના કસબી કુંભારનો ચાક દર્શાવી ને વિજ્ઞાન મેળો યોજાશે .