માળીયાના પ્રોહીબીશનના ગુનામાં એક વર્ષથી ભાગેડુ ઝડપાયો

નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ દ્વારા કાર્યવાહી

મોરબી : રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ
રેન્જના ડી.આઇ.જી.પી. દ્વારા બનાવાયેલી સ્ક્વોડ દ્વારા માળીયા મિયાણા પોલીસ મથકના દારૂના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી લેવામાં આવ્યો હતો.

માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૧(એક) વર્ષથી નાસતા-ફરતા આરોપી યાસીન ઉર્ફે અસલો અબ્દુલભાઇ જેડા રહે. નવાગામ માળીયા(મી.) વાળો માળીયા ત્રણ રસ્તા પુલ પાસે આવેલ હોવાની બાતમીને પગલે નાસતા ફરતા સ્ક્વોડ દ્વારા ધોરણસર અટક કરી માળીયા(મી.) પો.સ્ટે. ખાતે સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ કામગીરી પો.સ.ઇ.શ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના મદારસિહ મોરી તથા ભગવાનભાઇ ખટાણાએ કરી હતી.