હળવદની સદ્‌ભાવના શૈક્ષણિક સંકુલ ખાતે ‘સદ્‌ભાવના કે સંગ’ કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : હળવદમાં આવેલ સદ્‌ભાવના શૈક્ષણિક સંકુલએ પાંચ વર્ષ પૂર્ણ કરતા એક સદ્‌ભાવના કે સંગનો વાર્ષિક ઉત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંતો, અધિકારીઓ, રાજકીય અગ્રણીઓ સહિત સંસ્થાના હોદેદારો હાજર રહ્યા હતા.

હળવદના સરા રોડ પર આવેલ સદ્‌ભાવના શૈક્ષણિક સંકુલએ સફળતાના પાંચ વર્ષ પૂર્ણ કરતા ગત રાત્રીના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હરિકૃષ્ણધામથી સંતો પધાર્યા હતા તેમજ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સહિતના સંતોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ પધારેલ તમામ મહેમાનોનું શાબ્દીક સ્વાગત સંસ્થાના એમ.ડી. ગીરીશભાઈ લકુમે કર્યું હતું. તેમજ શાળા વિશેની માહિતી દિનેશભાઈ દલવાડીએ આપી હતી. કાર્યક્રમમાં તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સાથે જ યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંકુલના પ૦૦થી વધુ બાળકો દ્વારા જુદીજુદી અઢાર જેટલી કૃતિઓ રજુ કરી હતી. ઉપરાંત કાર્યક્રમની શરૂઆત પહેલા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ ગત વર્ષના સ્કુલના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે હળવદ મામલતદાર વી.કે. સોલંકી ખાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમનું સંચાલન ચન્દ્રકાંતભાઈ કણઝરીયા અને પ્રવિણભાઈ કણઝરીયાએ કર્યું હતું. આ તકે કાર્યક્રમના અંતે નંદલાલભાઈ જામકીયાએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text