હળવદ તાલુકાના ભલગામડામાં ઠાકોર સમાજના સમૂહલગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

- text


તાલુકાના ઠાકોર સમાજ દ્વારા પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં ૨૪ નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

હળવદ :હળવદ તાલુકાના ભલગામડા ગામે જય વેલનાથ સમિતિ દ્વારા આયોજિત ઠાકોર સમાજના પાંચમાં સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાસંદ તેમજ ગુજરાતી ફિલ્મોના કલાકારો અને મહાનુભાવોની ઉપસ્થિતીમાં ૨૪ નવદંપતિએ પ્રભુતામાં પગલાં માંડ્‌યા હતા. તો તમામ દિકરીઓને દાતાઓ દ્વારા કરીયાવરમાં ભેટ-સોગાદો આપવામાં આવી હતી.

જય વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઠાકોર સમાજના પાંચમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન હળવદ તાલુકાના ભલગામડા ખાતે કરવામાં આવ્યું હતું. ભલગામડામાં યોજાયેલ પાંચમાં સમૂહ લગ્નમાં સુરેન્દ્રનગર તેમજ મોરબી જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો, હોદ્દેદારો તેમજ મહાનુભાવોએ ૨૪ દિકરીઓને આર્શિવચન પાઠવ્યા હતા તો સાથોસાથ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ દેવજીભાઈ ફતેપુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મના કલાકાર અલ્કા જોષી અને જુનિયર નરેશ કનોડીયા (શામજીભાઈ)એ ખાસ હાજરી આપી સમૂહ લગ્નોત્સવમાં શોભાની અભિવૃદ્ધિ કરી હતી. તેમજ નવ પરણીત કન્યાઓને કરીયાવરમાં સોના-ચાંદી સહિત ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. તો સાથો સાથ આ સમુહલગ્નમાં નવ દંપતિ સહિત અગ્રણીઓ, યુવાનો સહિત બહોળી સંખ્યામાં લોકોએ પુલવામા શહિદ થયેલા વીર જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે હળવદ તાલુકાના ભલગામડા ગામે ઠાકોર સમાજના યોજાયેલ પાંચમાં સમૂહ લગ્નોત્સવમાં ૨૪ નવ દંપતિઓને આર્શીવાદ આપવા ઠાકોર સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા જય વેલનાથ સમુહ લગ્ન સમિતિના પ્રમુખ નવઘણભાઈ ઉડેચા સહિત આયોજકોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text