માળીયાના મોટા દહીંસરા ગામે ટ્રકમાં કોલસો ભરવા બાબતે યુવાનને માર માર્યો

મોરબી : માળિયાના મોટા દહીંસરા ગામે યુવાનને ટ્રકમાં કોલસો ભરવા બાબતે ત્રણ શખ્સોએ માર મર્યાની ફરિયાદ નોંધાય છે. માળિયાના મોટા દહીંસરા ગામે રહેતા મોનુંભાઈ અમલા પ્રસાદ દુબેએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે,ટ્રકમાં કોલસો ભરવા માટે ટોકન સ્લીપ બાબતે આરોપી મયુરસિંહ વેલુભા જડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને વેલુભા દેવુભા જાડેજાએ બોલાચાલી કરી યુવાનને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en