મોરબીમાં બાળકો માટે મફત નિદાન કેમ્પનું આવતી કાલે રવિવારે આયોજન

- text


મોરબી: તારીખ ૨૪ને રવિવારે(આવતીકાલે) મોરબીની બાળકોની હોસ્પિટલ ‘સ્નેહ’ દ્વારા અમૃતમ હોસ્પિટલ, ૩-જો માળ, ૧૧- સાવસર પ્લોટ, આશિર્વાદ હોસ્પિટલની બાજુમાં બાળકો માટે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટની ‘અમૃતા’ બાળકોની હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર અલ્પેશ રાંકજા દ્વારા નિદાન કરવામાં આવશે.

આ કેમ્પમાં તમામ પ્રકારની એલર્જી, વારંવાર થતી શરદી-ઉધરસ, વજન ન વધવું, શ્વાસના રોગો, અસ્થમા, હૃદયનાં રોગ, આંચકી વગેરે નું નિદાન, છ મહિના પછી બાળકોને ખોરાકનું માર્ગદર્શન, બાળકોને લાગતી રસીઓનું માર્ગદર્શન ઉપરાંત ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના તમામ રોગોનું નિદાન કરવામાં આવશે. આ નિદાન કેમ્પનો લાભ લેવા માટે (૦૨૮૨૨)૨૨૪૨૪૮ અને ૯૦૧૬૫૨૭૯૧૬ નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

 

- text