ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન માટે જતા મોરબીના 150 શિક્ષકોની માલવણ ચોકડી પાસે અટકાયત

- text


મોરબી : ગાંધીનગરમાં ધેરવા કરી વિરોધ પ્રદર્શન કરવા માટે મોરબીના 400 શિક્ષકો કારના કાફલા સાથે નીકળ્યા હતા.જેમાંથી 150 શિક્ષકોના કારના કફલાને માલવણ ચોકડીએ અટકાવી દેવામાં આવ્યો હતો અને પોલીસે મોરબીના 150 શિક્ષકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો તેમના પડતર પ્રશ્ને સરકાર સામે મોરચો માંડીને તબક્કાવાર લડત ચલાવી રહ્યા છે.થોડા સમય અગાઉ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પ્રતીક ધરણા સહિતના અદોલનાત્મક કાર્યક્રમો યોજીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કૃયું હતું.દરમ્યાન આજે મોરબી જિલ્લામાં રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો દ્વારા આજે ગાંધીનગર ખાતે ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેથી ગાંધીનગરમાં ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરવામાં માટે મોરબીના 400 શિક્ષકો કારના કાફલા સાથે આજે ગાંધીનગર જવા રવાના થયા હતા.જેમાંથી 150 શિક્ષકોના કારના કફલાના માલવણ ચોકડીએ રોકી લેવામાં આવ્યો હતો.માલવણ પોલીસે મોરબીના 150 શિક્ષકોની અટકાયત કરીને તેમને ગાંધીનગર જવા દેવામાં આવ્યા ન હતા. જ્યારે મોરબીથી નીકળેલા 400 માંથી 150 શિક્ષકો ગાંધીનગર પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text