ફ્રોડ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : મોરબી સીરામીક એસો. આકરા પાણીએ

મોરબીના ૧૭ સીરામીક ઉદ્યોગ સાથે ઠગાઈ થવા મામલે સીરામીક એસો.દ્વારા કડક કાર્યવાહી કરવા પોલીસને પણ રજુઆત

મોરબી : મોરબીમાં ૧૭ જેટલા સીરામીક ઉદ્યોગકારોને વિશ્વાસમાં લઈને એક ફ્રોડ વેપારીએ રૂ. ૨.૯૬ કરોડની ઠગાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવના પગલે મોરબી સીરામીક એસોસિએશન એક્શન મોડમાં આવી છે. આ મામલે એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયાએ ફ્રોડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.

મોરબીમાં વિકસેલા સીરામીક ઉધોગમાં ઉધાર વહીવટ સામાન્ય બાબત છે. જોકે વહીવટી સરળતા માટે આપવામાં આવતી સગવડતાનો કેટલાક લોકો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અવારનવાર ગુજરાતના કે અન્ય રાજ્યના વેપારીઓ દ્વારા ઉધાર પેટે માલની ખરીદી કરી રફુચક્કર થઈ જાય છે. અને ઉધોગકારને મસમોટું નુક્શાન થતું હોય છે. આ બાબતે મોરબી સીરામીક એસો.દ્વારા અગાઉ પણ કડક પગલાં ભરી ફાઈટ ટૂ ફ્રોડ પ્રોગ્રામ ચલાવી આવા ફ્રોડ કરનાર પાર્ટીને બ્લેક લિસ્ટમાં મૂકી દઈ તમામ ઉધોગકારોને આવા લોકો સાથે વ્યવહાર ન કરવા ચેતવવામાં આવે છે.

જો કે તેમ છતાં એક સાથે ૧૭ જેટલા ઉધોગકારો સાથે કરોડોની છેતરપિંડીની ઘટના બાદ સીરામીક એસોસિએશન ફરી એક્શન મોડમાં આવી આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આ અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે મોરબી સીરામીક ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી આવા ફ્રોડની ઘટનાઓ વધી રહી છે. જેમાં બહારના રાજ્યના તેમજ અમુક સ્થાનિક વેપારીઓ ખોટી રોટ વિશ્વાસમા લઈને ઉદ્યોગપતિઓ સાથે ફ્રોડ કરે છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને કડક કાર્યવાહી કરવા પોલીસને રજુઆત કરાઈ છે. આ સાથે સીરામીક એસોસિએશન પણ આવા ફ્રોડ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en