મોરબી : મચ્છુ કેંનાલથી ડેમ સુધીનો હાઇવે પહોળો કરવા જી.પં. પ્રમુખની કલેકટરને રજુઆત

- text


દરરોજ સર્જાતા ટ્રાફિકને હળવો કરવા તાત્કાલિક કાર્યવાહીની માંગ

મોરબી : રાજકોટ-કંડલા હાઇવે પર મચ્છુ કેનાલથી મચ્છુ ડેમ સુધીના રોડ પર દરરોજ ભરચક ટ્રાફિક રહેતો હોવાથી વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનો વધુ દોડતા હોવાથી માર્ગ સાંકડો પડી રહ્યો છે.આથી ટ્રાફિક સમસ્યા નિવરવા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખે કલેકટરને રજુઆત કરી આ માર્ગ પહોળો કરવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે,મચ્છુ-ર ડેમથી રાજકોટ કંડલા-હાઇવે રસ્તાને જોડતી મચ્છુ-૨ કેનાલને પેરેલલ રસ્તાને પહોળો કરી ડામર સપાટી નું કામ કરાવવું સત્વરે જરૂરી છે કારણ કે,અત્યારે મોરબીથી સીરામીક ઉદ્યોગોને લગત વાહન વ્યવહાર આ રસ્તા પર વધુ પ્રમાણમાં થાય છે, જેના કારણે સવારના તથા સાંજના સમયે અતિ ટ્રાફીકના કારણે આશરે બે કલાક ટ્રાફીક જામ થાય છે, જે ટ્રાફીક કલીયરીંગ કરવા ટ્રાફીક શાખાને ધણી મુશકેલીઓ થાય છે. તો જો આ રસ્તો ફોરલેન કરવામાં આવેતો સરળતાથી વાહન ચાલકોનો સમય તથા ઇંઘણની બચત થઈ શકે છે.અને ખોટો સમયનો બગાડ વગર સમયસર પોતાના સ્થાને પહોચી શકે તેમ છે.

- text

તેથી આ રસ્તાનું કામ સમયસર થાય તે જરૂરી છે. મોરબીની પ્રજાનો મહત્વનો પ્રશ્ન હોવાથી આ રસ્તો જે વિભાગને લાગુ પડતો હોય તેના દ્વારા સરકારમાં યોગ્ય અને વ્યવસ્થીત દરખાસ્ત કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યાનું નિવારણ થઇ શકે તેમ છે. તેમજ આ રસ્તા ને હાઇવે થી રાજકોટ-કંડલા હાઇવે નો જોડતો રીંગ રોડ ની પણ વાહન ચાલકોને લાભ મળે તેમ છે, રસ્તાનું કામ ચાલુ હતું પરંતુ કઇ પ્રકાર ના કારણોસર હાલ આ કામ અટકેલુ છે તો તેનું પણ તાત્કાલીક નિવારણ કરી રસ્તાનું કામ પૂર્ણ થાય તેવો પ્રયતન ક૨વા મોરબીની પ્રજાવતી માંગ કરી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text