મોરબીમાં લોકનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : તારીખ ૨૧ને ગુરૂવારે તાંડવ નર્તન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- રાજકોટ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ- ગાંધીનગર આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારી કચેરી- મોરબી દ્વારા સંચાલિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં તારીખ ૨૧ને ગુરૂવારે સાંજે ૫ થી ૭ સંસ્કાર ઈમેજીન સેન્ટર, GIDC, શનાળા રોડ ખાતે લોકનૃત્યનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ દેવિકાબેન મહેતા(ભાજપ- મોરબી જીલ્લા વાઇસ પ્રેસિડેન્ટ), મંજુલાબેન દેત્રોજા(પ્રમુખ, મોરબી જીલ્લા મહિલા મોરચા), ચંદ્રિકાબેન પલાણ(મોરબી નાગરિક બેન્ક ડાયરેક્ટર), કાજલબેન ચંડીભમર(યંગ ઈન્ડિયા લેડીઝ ગ્રુપના સભ્ય), ડો. દેવીના સખાણી(M.D. ગાયનેક) અને હંસરાજ ગામી(સ્વરાન્ગન સ્ટુડિયો) છે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે નિમંત્રક પી. આર. પાંડાવદરાએ અનુરોધ કર્યો છે.

- text