મોરબી : શાળા, કોલેજો સહીત ગામો ગામ શહીદોને અપાઈ શ્રધાંજલિ

- text


મોરબી : જવાનો પર આતંકવાદી હુમલાથી મોરબીવાસીઓમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. મોરબીવાસીઓએ આક્રોશપૂર્વક આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે શહીદ જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે. અને શક્ય આર્થિક મદદ માટે પણ ઉદ્યોગકારો સહીત દરેક મોરબીવાસી યથાયોગ્ય મદદ કરી રહ્યો છે. ત્યારે આતંકવાદી હુમલાના વિરોધમાં અને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મોરબીમાં ઠેર ઠેર રેલી સહિતના કાર્યક્રમો યોજાય રહ્યા છે. મોરબીની શાળા, કોલેજો સહીત વિવિધ સંસ્થોઓ તેમેજ ગામો ગામ શહીદોને શ્રધાંજલિ અપાઈ રહી છે.

મોરબીની નવયુગ વિધાલય દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રેલી યોજવામાં આવી

મોરબી : મોરબીની નવયુગ વિધાલય દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં વિધાર્થીઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે આતંકવાદને નાથવા પાકિસ્તાન સામે યુદ્ધ કરવા આહવાન કયું હતું. નવયુગ વિધાલય દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરી હતી રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંસ્થા અગ્રણી પી ડી કાંજીયા અને નીલેશ અઘારા તેમજ સ્ટાફ પરિવાર જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ ઉપરાંત શાળા સંચાલકો નિર્ણય લેવાયો હતો કે શાળામાં આગામી દસ દિવસ રીશેસમાં અને સ્કૂલ બસો તેમજ વાહનોમાં પણ રાષ્ટ્રભક્તિના ગીતો વગાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે નવયુગ પરિવાર દ્વારા અને શાળાના ભૂલકાઓ દ્વારા મોટી રકમનું અનુદાન શહીદોના પરિવારજનો માટે આપવામાં આવ્યું હતું.

ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજ દ્વારા શહીદ પરિવાર માટે ફાળો એકત્રિત કરવામા આવ્યો

મોરબી : વિવિધ પ્રકારની વિદ્યાશાખાનુ શિક્ષણ પ્રદાન કરતી શહેરની નામાંકિત ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના બી.કોમ , બી.બી.એ, બી.સી.એ, એલ.એલ.બી, બી.એ, બી.એડ, પી.જી.ડી.સી.એ. સહીતની વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ તાજેતરમાં પુલવામામાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ ૪૪ વીર જવાનોના પરિવારજનો માટે પોતાની પોકેટમનીમાંથી બચત કરી ફાળો એકત્રિત કરવામા આવ્યો. આતંકવાદ સામે સમગ્ર દેશ મા રોષ ફાટી નિકળ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા કરવામા આવેલ આ પ્રેરણાદાયી કાર્ય બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાઓએ વિદ્યાર્થીઓને બિરદાવ્યા છે.

બિલીયાના ગ્રામજનોએ શહીદોના પરિવાર માટે રૂ.૧૧૭૫૦૦નું ભંડોળ એકઠું કર્યું

મોરબી : પુલવામાંના શહીદોના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરતા અને એમને આર્થિક ઋણ સ્વીકારની ભાવનાથી ગામે ગામથી સહાયનો અવિરત ધોધ વરસી રહ્યો છે ત્યારે બિલીયાના ગ્રામજનોએ ગામના રામજી મંદિર ખાતે એકઠા થઇ શહીદોના માનમાં મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં ૪૨ વીર શહીદોની યાદમાં ૪૨ દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગામના સરપંચ કાંતિભાઈ પેથાપરાની આગેવાનીમાં બિલીયા સોશ્યલ ગ્રુપના પ્રમુખ હરજીવનભાઈ સાણંદીયાની રાહબરી હેઠળ ગામ સમસ્ત દ્વારા રૂ. ૧૧૭૫૦૦/ની રકમની ધનરાશી એકઠી કરવામાં આવી હતી. જે રકમ શહીદ પરિવારોને મોકલી આપવામાં આવનાર છે.

મોરબી : શુભ પ્રસંગની શરૂઆતમાં આપી શહીદોને શ્રદ્ધાંજલિ

મોરબી : પુલવામાંના શહીદો માટે દેશભરમાં અભૂતપૂર્વ લોકજુવાળ ઉઠ્યો છે. નાના મોટા, દરેક ક્ષેત્રના લોકો પોત પોતાની રીતે ભારતમાતાના વીર શહીદોને યાદ કરીને એમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે મોરબીમાં મનોજભાઈ શિવલાલભાઈ કગથરાના પુત્ર દીપના લગ્ન શીતલ સાથે નિર્ધાર્યા હતા. આ શુભ પ્રસંગે આયોજિત રાસના કાર્યક્રમની શરૂઆત પહેલા આમંત્રિત મહેમાનો સહિત યજમાન પરિવારે વીર શહીદોને યાદ કર્યા હતા અને બે મિનિટનું મૌન પાળી એમના દિવ્ય આત્માની સદગતિ માટે પ્રાર્થના કરી હતી. કગથરા પરિવારના આ ઉદાહરણીય પ્રયાસને આમંત્રિત મહેમાનોએ દિલથી વધાવ્યો હતો.

સત્યમ વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા ઘેર ઘેરથી શહીદો માટે ફંડ એકઠું કરાયું

મોરબી: રાજનગર સોસાયટી ખાતે આવેલા સત્યમ વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી વિવિધ સોસાયટીમાં રેલી કાઢી હતી અને શહીદોના પરિવારજનો માટે ફંડ એકઠું કર્યું હતુ. આ રેલીમાં ‘વીર જવાનો અમર રહો’ અને ‘પાકિસ્તાન મૂરદાબાદ’નાં આક્રોશભર્યા નારા સાંભળવા મળ્યા હતા. અઅ સાથે સોસાયટીના લોકોએ દાન કરીને સમર્થન આપ્યું હતુ. શહીદ જવાનો માટે ફંડ એકઠું કરવા બદલ સંચાલક લલિતભાઇ કાનાણીએ આભાર વ્યકત કર્યો હતો.

- text

નેશડા ખાનપરના ઉમિયા ગૌસેવા યુવક મંડળ દ્વારા લગ્નપ્રસંગમાં ઢોલ વગાડીને થયેલી એક લાખની આવક શહીદોને પર્પણ કરી

મોરબી : નેશડા ખાનપરની ઉમિયા ગૌસેવા યુવક મંડળ દ્વારા લગ્નપ્રસંગમાં ગઈ કાલે ઢોલ વગાડીને જે એક લાખની આવક થઈ તે શહીદોના પરિવાર માટે દાનમાં આપી હતી જયારે જોધપર (નદી) વિસ્તારની બાળાઓએ શહીદોના પરિવારજનો માટે તેર હજાર જેવી રકમ ઊભી કરી હતી.

લાલપરના ગ્રામજનોએ અર્પી શહીદોને શ્રદ્ધાંજલિ

મોરબી : લાલપરના ગ્રામજનો દ્વારા પુલવામાં કાશ્મીરમાં શહીદીને વરેલા ઝાંબાઝ જવાનોને શ્રધ્ધાસુમન ગામમાં રેલી કાઢવામાં આવી હતી. આ તકે બાળકોએ સેનાના જવાનો જેવો યુનિફોર્મ ધારણ કર્યો હતો તેમજ ભારતમાતાની વેશભૂષામાં રહેલી બાળકીએ શૌર્યભર્યું વાતાવરણ ત્રાદ્રશ્ય કર્યું હતું. આ રેલીમાં સમસ્ત ગ્રામજનો નિષ્ઠ્ઠા પૂર્વકની દેશદાઝથી જોડાયા હતા. ‘ભારતમાતાકી જય…” તેમજ “વીર શહીદો અમર રહો”ના નારાથી લાલપર ગામ ગુંજી ઉઠ્યું હતું.

ટંકારાના નાના ખીજડીયા ગામે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

ટંકારા : નાના ખીજડીયા ગામે રેલી યોજીને કાશ્મીરના પુલવામા 44 શહિદોને શ્રધ્ધાંજલી અપવામાં આવી હતી અને સાથે સાથે અને શહિદો માટે ફંડ એકત્રીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. નાના ખીજડીયાના ગ્રામજનોને ફંડ અનુદાન આપવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

નવદીપ વિદ્યાલય દ્વારા રેલી કાઢવામાં આવી

મોરબી : શહીદોને શ્રદ્ધાંજલિ આપવા અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો વિરોધ દર્શાવવા લાલપરની નવદીપ વિદ્યાલય દ્વારા રેલી કાઢવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે પાકિસ્તાન સામે કડકમાં કડક કાર્યવાહીની આક્રોશભેર માંગણી કરી હતી.

ખેવાળીયા પ્રા.શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શહીદોના પરિવાર માટે ૧૧૦૦૦ રૂ.ની ધનરાશી એકઠી કરાઈ

મોરબી : દેશદાઝ, દેશપ્રેમની જ્યોત પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ સમગ્ર ભારતમાં પ્રસરી રહી છે. નાના નાના ગામડાઓમાં નાના ભૂલકાઓ પણ દેશસમર્પણની ભાવના રંગે રંગાઈ રહ્યા છે ત્યારે મોરબીના ખેવાળિયા ગામની પ્રાથમિક શાળાના ૧૭૭ વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં શૌર્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના ૭ શિક્ષકો પણ જોડાયા હતા. શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ગામમાં કાઢવામાં આવેલી રેલી દરમ્યાન ‘શહીદ જવાન અમર રહો”ના નારા ગામની શેરી ગલીઓમાં ગુંજી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા શહીદ વિરોના પરિજનોને સહાયતા હેતુ ૧૧૦૦૦રૂ.નું ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું હતું.

 

- text