મોરબી પાલિકાના પ.વ.ડી.ના ચેરમેનના ભાઈની હત્યાના પ્રકરણમાં ત્રણ અરોપી ઝબ્બે

- text


ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર : બાકીના ફરાર આરોપીઓને ઝડપી લેવા તજવીજ

મોરબી : મોરબીના રફાળેશ્વર ગામ નજીક પાલિકાની પ.વ.ડી.કમિટીના ચેરમેનના ભાઈની હત્યા કરવાના પ્રકરણમાં તાલુકા પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે.તેમજ આ હત્યા પ્રકરણમાં અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જોકે નોનવેજનો થડો પડાવી લેવા મુદ્દે આ યુવાનની હત્યા થઈ હતી.

- text

મોરબીના રફાળેશ્વર ગામ નજીક હાઇવે પર ગત તા 15ના રોજ રાત્રીના સમયે નોનવેજના ધંધાર્થીઓ વચ્ચે નોનવેજનો થડો પડાવી લેવા મુદ્દે ઝઘડો થયા બાદ વાત વણસી હતી અને સૈયદુભાઈ જેડા નામના યુવાનની આરોપી કાસમ ઇશાક મોવર, ઇશાક હબીબ જામ, હબીબ ઇશાક જામ, અબીબ ઇશાક જામ, અનવર ઇશાક જામ તથા બીજ પાંચ અજાણ્યા શખ્સો ઘાતક હથિયારોથી તૂટી પડીને હત્યા કરી નાખી હતી. જોકે મૃતક યુવાન મોરબી નગરપાલિકાની પ.વ.ડી.કમિટીના ચેરમેન ઇદરીશભાઈ જેડાનો ભાઈ થતો હોવાનું જાણવા મળ્યું છે.તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને યુવાનની હત્યા પ્રકરણમાં આરોપી અલી ઇશાક જામ, હનીફ ઉર્ફે અનવર ઇશાક જામ અને રફીક ઇશાક જામને નવલખી ફાટક નજીકથી ઝડપી લીધા હતા.આ બાબતે તાલુકા પી.એસ.આઇ.ગઢવીએ જણાવ્યું હતું કે આ આરોપીઓને રીમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીઓના તા 21 સુધી રિમાન્ડ મજુર કર્યા છે.અને બાકીના અરોપીઓને ઝડપી લેવા તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું.

- text