મોરબીમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા કીર્તિદાન અને માયાભાઈનો ડાયરો યોજાશે

- text


યુવા આગેવાન અજય લોરીયાની આગેવાનીમાં પાટીદાર નવરાત્રિ મહોત્સવ અને મોરબી જિલ્લા પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં 26મીએ “એક શામ શહીદો કે નામ” લોક ડાયરાનું ભવ્ય આયોજન : લોક ડાયરામાં એકઠી થનાર રકમ શહીદ પરિવારોને અપર્ણ કરાશે

મોરબી : કાશ્મીરમાં જવાનો પર થયેલા આંતકી હુમલાથી સમગ્ર દેશ હતપ્રભ થઈ ગયો છે અને પાક.સામે નફરતની આંધી સાથે સમગ્ર દેશમાં શહીદોને શ્રદ્ધાંજલી સાથે શહીદોના પરિવારોને મદદરૂપ થવા આનુદાનની સરવાણી વહી રહી છે. ત્યારે મોરબીમાં રાષ્ટ્પ્રેમ પ્રત્યે જાગૃત યુવાનોની આગેવાનીમાં મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ અને મોરબી જિલ્લા પ્રીન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ગ્રુપ દ્વારા આગામી 26મીએ શહીદ પરિવારોને સહાયરૂપ થવા માટે એક શામ શહીદો કે નામ હેઠળ માત્ર શહીદો માટે સમર્પિત લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ડાયરા કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર સહિતના કલાકારો ઉપસ્થિત રહેશે.

- text

જમ્મુ કાશ્મીર થયેલા આતંકવાદી હુમલા સામે ધગધગતા આક્રોશ સાથે મોરબીના યુવા આગેવાન અજયભાઈ લોરીયા સહિતના જાગૃત યુવાનોની આગેવાનીમાં મોરબી પાટીદાર નવરાત્રી મહોત્સવ અને મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ પત્રકારો દ્વારા ભારતમાતાના વીર સપૂતોની વિરગતિને કોટી કોટી વંદન કરવા અને શહીદોના પરિવારોને મદદરૂપ થવા માટે તેમની દેશભક્તિને સમર્પિત લોકડાયરાનું આગામી તા.26ને મંગળવારે, રાત્રે 9 વાગ્યે, રત્નકલા ગ્રાઉન્ડ, સમયના ગેટ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે “એક શામ શહીદો કે નામ” હેઠળ ભવ્ય લોક ડાયરોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી શહીદોની અમરગાથા પ્રસ્તુત કરશે. આ લોકડાયરામાં જે રકમ એકઠી થશે તે રકમ શહીદ પરિવારોને અર્પણ કરાશે. માત્ર શહીદોને સમર્પિત આ લોકડાયરામાં મોરબી જીલ્લાના ઔદ્યોગિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, તથા તમામ સંસ્થાઓ અને જ્ઞાતિના આગેવાનો તેમેજ મોરબી જીલ્લાના તમામ લોકોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ આયોજકો દ્વારા પાઠવામાં આવ્યું છે.

- text