હળવદ : માથક ગામે શિક્ષકોની ઘટ પુરી કરવાની બાહેધરી બાદ આંદોલનનો અંત

- text


માથક પે સેન્ટર શાળામાં શિક્ષક ની ઘટને લઈને પ્રતીક ઉપવાસના આઠમા દિવસે અંત

હળદર : હળવદ તાલુકાના માથક ગામે શિક્ષકોની ઘટ હોવાથી અવારનવાર તાળાબંદી તેમજ પ્રતીક ઉપવાસ કરી ગાઢ નિંદ્રામાં સુતેલા તંત્રને ઢંઢોળીને જગાડવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા ખાલી વચનો આપી નક્કર પગલાં લેવામાં નહીં આવતા અને ઘટતાં શિક્ષકોની જગ્યાઓ પુરવામાં નહીં આવતાં અંતે માથક ગ્રામજનો ગાંધી ચીદ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા હતા જ્યારે આજે આઠ દિવસ બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા બાંહેધરી આપતાં તાલુકા પ્રમુખ હાથે ગ્રામજનોએ પારણાં કર્યાં હતાં આ તકે સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

તાલુકાના માથક ગામે શિક્ષકોની ઘટ હોવાથી બાળકોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હતાં ત્યારે શિક્ષકોની ઘટ પુરી કરવામાં નહીં આવે ત્યાં સુધી માથક ગામે આગેવાનો અચોક્કસ મુદ્દતી ઉપવાસ આંદોલન પર ઉતરી જતાં તંત્ર દોડતું થયું હતું. હળવદના માથક ગામે ૧૮ શિક્ષકોનું મહેકમ છે જેમાં ૬૦૦થી વધારે બાળકોને માત્ર ૮ શિક્ષકો જ શિક્ષણ આપતાં હોવાથી બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે.માથક પે.સેન્ટર શાળામાં શિક્ષકોની ઘટને લઈને અવારનવાર વાલીઓ દ્વારા તાળાબંદી કે પ્રતીક ઉપવાસ કરી ગાઢ નિંદ્રામાં પોઢેલા તંત્રને ઢંઢોળીને જગાડવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં નહીં આવતા તારીખ ૧૧/૨/૧૯થી ગામના આગેવાનો ઉપવાસ પર ઉતરી ગયા હતા જ્યારે આજે આઠ દિવસ બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જી જે વોરા અને તાલુકા શિક્ષણ સંઘ પ્રમુખ પ્રવીણભાઈ ધોળુંએ શિક્ષકોની ઘટ પુરી કરવાની બાંહેધરી બાદ દાજીભાઈ રાજપુત, ભાવસંગભાઈ રાજપુત, જીતુભાઇ સહિત નાએ હળવદ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિહ ઝાલાના હસ્તે પારણાં કર્યા હતાં. આ તકે મોરબી જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ વલ્લભભાઈ પટેલ,માથક સરપંચ વાધજીભાઈ ઠાકોર,નવીનભાઈ ભદ્રેસીયા,રાજુભાઈ રાજપુત સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text