હળવદ : ભેંસ ચરાવવાના મુદ્દે યુવાન પર હુમલો

- text


હળવદ : હળવદના ઘનશ્યામ પુર ગામે ભેંસ ચરાવવાના મુદ્દે યુવાનને એક શખ્સે લાકડીના ધોકાથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના ઘનશ્યામપુર ગામે આવેલ કુમાર શાળા પાસે રહેતા મુનેશભાઈ ઉફે મહેશભાઈ ઠાકરશીભાઈ સોનગ્રા ઉ.વ.28એ તેજ ગામમાં રહેતા નાગજીભાઈ પ્રેમજીભાઈ રબારી સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની ભેર ચરાવવા માટે આ વર્ષે આરોપીનો વારો હોય પરંતુ ફરિયાદિએ તેમની ભેંસને અન્યને આપી દેતા આ બાબતનો ખાર રાખી આરોપીએ તેમને લાકડાના ધોકાથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં યુવાને આ બનાવની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

- text