હળવદ : લકઝરી બસ ટ્રક સાથે અથડાતા દંપતીને ઇજા

- text


હળવદ : હળવદ નજીક લકઝરી બસ ટ્રક સાથે અથડાતા કચ્છના દંપતિને ઇજા થઇ હતી.આ બનાવની હળવદ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર કચ્છના ભચાઉમાં રહેતા ગણેશભાઈ બીજલભાઈ ડાંગર અને તેમના પત્ની થોડા દિવસો પહેલા ઘનશ્યામ ટ્રાવેલ્સની જી.જે.03 બી.વી.9005 નંબરની લકઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા.તે દરમિયાન માળીયા અમદાવાદ હાઇવે રોડ હરીદર્શન હોટલ પાસે આ લકઝરી બસ પાછળથી આગળ જઇ રહેલા ટ્રક અથડાતા આકસ્માતમાં બસમાં બેઠેલા આ દંપતીને ઇજા પહોંચી હતી અને સારવાર લીધા બાદ તેમણે લકઝરી બસના ચાલક સામે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text