કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને વાંકાનેરવાસીઓએ આપી શ્રદ્ધાંજલિ

- text


માર્કેટચોકમાં હજારોની સંખ્યામાં કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પી : આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું : બે લાખનો ફાળો એકત્ર કર્યો

વાંકાનેર : કાશ્મીરમાં ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સમગ્ર ભારતદેશે શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. જેમાં વાંકાનેરની વિવિધ સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ સંચાલકો સહિત રાજકીય આગેવાનોએ શ્રદ્ધાંજલિ તેમજ આક્રોશ રેલીનું આયોજન કર્યું. તા.૧૪/રના રોજ કાશ્મીરના પુલવામા વિસ્તારમાં સીઆરપીએફના વીર જવાનો પર બર્બરતાપૂર્ણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ઠેરઠેર આક્રોશ જોવા મળ્યો હતો. દેશના જુદાજુદા શહેરોમાં રાષ્ટ્રપ્રેમ સાથે કેન્ડલ માર્ચથી શ્રધ્ધાંજલિ અપાઈ હતી જેમાં વાંકાનેરમાં પણ અલગ અલગ જગ્યાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ.

રવિવારની સાંજ શહીદોને નામ, શહીદોની વિરતાને વંદન વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી અને તેમના ગ્રુપ દ્વારા સાંજે જીનપરા ચોકથી મેનબજાર થઈ માર્કેટ ચોક ખાતે એક આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવેલ કેમા વાંકાનેર શહેરના અંદાજે 3000 થી વધુ દેશભક્ત લોકો ઉપસ્થિત રહેલ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવેલ તેમજ માર્કેટ ચોક ખાતે એક વિશાળ સભામાં વીર શહીદોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ અને ત્રાસવાદીઓ પ્રત્યે રોષ પ્રગટ કરેલ. વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી આ આતંકવાદી હુમલાનું મુખ્ય કારણ જે ત્રણ ચેક પોસ્ટ નાબૂદ કરવામાં આવેલ તેને બતાવેલ અને ભારતમાં રહેતા અને પાકિસ્તાન તરફી પોતાની લાગણી વ્યક્ત કરતાં દેશના ગદ્દારો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહીદો માટે ફાળો એકત્રિત કરવામાં આવેલ જેમાં વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ એ તેમનો એક દિવસનો પગાર ફંડમાં અર્પણ કરેલ, ગર્લ સ્કૂલ ના કર્મચારીઓએ પણ પોતાનો એક દિવસનો પગાર શહીદ ફંડમાં આપેલ, ૨૧૦૦૦ જીતુભાઈ સોમાણી, ૨૧૦૦૦ જ્ઞાનગંગા સ્કૂલ યોગેન્દ્ર સિંહ, ૨૧૦૦૦ દિનુભાઈ વ્યાસ, ૨૫૦૦૦ પ્રજ્ઞેશભાઈ પટેલ તેમજ અન્ય વ્યક્તિઓએ પણ સહીદ ફંડમાં પોતાનો ફાળો નોંધાવી અંદાજે બે લાખનો ફાળો એકત્રિત થયેલ છે.

માટેલની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દ્વારા પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વિદ્યાર્થીઓ ભાવવિભોર થઇ પ્રાર્થના સભામાં જોડાયેલ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ જેમાં આચાર્ય જીગ્નેશભાઈ આદ્રોજાનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલ દ્વારા કેન્ડલ માર્ચ તથા મૌન ધારણ કરી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિદ્યાર્થીઓ દ્વારા રૂ. ૨૦૦૦નો ફાળો એકત્રિત કરેલ. વાંકાનેરના ગારીયા, હોલમઢ, જાલસીકા, મહીકા તેમજ આજુબાજુના ગ્રામ્યલોકો એકત્રિત થઇ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ.વાંકાનેર ભાટીયા સોસાયટીના સમગ્ર યુવાનો એકત્રિત થઈ કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.વાંકાનેરના મિલપ્લોટ, વીસીપરા વિસ્તારના સમગ્ર સમાજના લોકો એકત્રિત થઇ કેન્ડલ માર્ચ યોજી શહિદોને શ્રદ્ધાંજલિ આપેલ અને આતંકવાદીઓ પર રોષ પ્રગટ કરેલ.

- text

વાંકાનેરના પટેલ સમાજ, વોરા સમાજ તેમજ માર્કેટિંગ યાર્ડ ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ.
વાંકાનેરના દેવીપૂજક સમાજના તમામ આગેવાનો તેમજ બહેનોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી.
વાંકાનેર સીટી પોલીસ મથકે બે મિનિટનું મૌન પાડી શહિદોને શ્રદ્ધાંજલિ આપી તેમજ વાંકાનેરની વિદ્યાભારતી વિદ્યાસંકુલે મૌનરેલી યોજી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. વાંકાનેરના પંચાસિયા ગામના લોકોએ શહીદોને કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાસુમન અર્પણ કરેલ. દેશ માટે શહીદી વ્હોરી લેનાર શહીદ થયેલા વીર જવાનોના પરિવાર સાથે સમગ્ર દેશ ખભે-ખભે મિલાવીને ઉભો છે અને શહિદોના પરિવારોને સાંત્વના પાઠવી રહ્યા છે. આ તકે ઉપસ્થિત તમામ દેશભકતોએ જણાવ્યું હતું કે કાશ્મીરમાં થયેલાં બર્બરતાપૂર્ણ આતંકી હુમલાનો બદલો ક્રુરતાપૂર્ણ લેવામાં આવે જવાનોના એક એક બુંદ લોહીનો બદલો લઈને પાકિસ્તાનને પાઠ ભણાવવામાં આવે અને આ દેશ પ્રેમ સાથે તમામ વાંકાનેરવાસીઓ એકજુટ છે તેમજ તન, મન અને ધનથી તમામ લોકો ભારત સરકારની સાથે છે.

- text