મોરબીમાં પાક. સામે નફરતની આંધી : રોડ ઉપર પાકનો ધ્વજ સાથે મુર્દાબાદના ચિત્રો દોરાયા

- text


મોરબી : કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં દેશના વીર સપૂતો શહીદ થતા આતંકવાદને દૂધ પાઈ સાપની જેમ ઉછેરતા પાકિસ્તાન સામે સમગ્ર દેશમાં નફરતની આંધી ઉઠી છે. ત્યારે મોરબીમાં ઠેરઠેર શહીદોની શ્રધ્ધાંજલીના કર્યક્રમ સાથે પાકની કુચેષ્ટા સામે ધગધગતો આક્રોશ ફેલાયો છે અને પાકિસ્તાનના રાષ્ટ્ધ્વજને તિરસ્કાર કરી ભારે વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે. ત્યારે વાહનો બાદ હવે રોડ ઉપર પણ પાક.મુર્દાબાદના ચિત્રો દોરી લોકો પાકિસ્તાન સામે કડક કાર્યવાહીનો સંદેશો આપી રહ્યા છે.

મોરબીમાં યુવાનોમાં આતંકવાદી હુમલા બાદ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં આતંકવાદના જનેતા પાકિસ્તાન સામે ભારે નફરતની આંધી ઉઠી છે. તેવામાં મોરબીના યુવા આગેવાન અજય લોરીયા સહિતના યુવાનોએ શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે રોડ પર પાકિસ્તાનનો રાષ્ટ્ધ્વજ બનાવીને પાકિસ્તાન મુર્દાબાદ લખી વિરોધ દર્શાવ્યો છે. આ ઉપરાંત શહેરના રવાપર રોડ પર રવાપર ચોકડી સહિતના વિસ્તારોમાં પણ રોડ પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને દોરી પાકિસ્તાન મુર્દાબાદના નારા લખવામાં આવ્યા છે. યુવાનો કહે છે કે રોડ ઉપર દોરેલા આ પાક.નો રાષ્ટ્ચવજ વાહનો નીચે કચડાશે તેથી આપોઆપ પાક સામે તિરસ્કાર કરીને આક્રોશ વ્યક્ત થશે.

- text

આમ મોરબીમાં હરેક નાગરિક આંતકવાદી હુમલાને વખોડી આતંકવાદના પ્રણેતા પાકિસ્તાન સામે આક્રોશ વ્યકત કરી પાકને યોગ્ય પાઠ ભણવાનો સંદેશ પાઠવી રહ્યા છે.

- text