માળીયા: એસટી બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં ટ્રેઇલર પલ્ટી મારી ગયું

- text


માળીયાના હરિપર ગામની ગોલાઇ પર ટ્રેઇલરની ટક્કર લાગતા એસટીમાં સવાર ત્રણ મુસાફરોને ઇજા

માળીયા : માળીયાના હરિપર ગામની ગોળાઇ પર એસટી બસને ઓવરટેક કરવાના પ્રયાસમાં ટ્રેઇલર પલ્ટી મારી ગયું હતું.જોકે ટ્રેઇલરની એસટીની પાછળના ભાગે ટક્કર લાગતા ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી.

- text

આ અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસર વેરાવળથી કચ્છ તરફ જઈ રહેલી એસટી બસ માળીયાના હરિપર ગામ પાસેથી આજે પસાર થઈ રહી હતી અને હરિપર ગામની ગોળાઇ પર પહોંચતા જ પાછળથી આવી રહેલા ટેઇલરે એસટી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા ટ્રેઇલરની એસટી બસના પાછળના ભાગે ટક્કર લાગ્યા બાદ આ ટ્રેઇલર પલ્ટી મારી ગયું હતું.આ અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા ત્રણ જેટલા મુસાફરોને ઇજા થઇ હતી આ બનાવની જાણ થતાં 108ના પાઇલોટ હનીફભાઈ ઘટનાસ્થળે દોડી જઈને ઇજગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે માળીયાની હોસ્પિટલમાં ખસેડયા હતા.જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. .

- text