દિવ્યાંગ બાળકો માટે અભિયાન ચલાવનાર મોરબીના યુવાનને નેશનલ એક્સલન્સ એવોર્ડ

- text


દિવ્યાંગ બાળકોના અધિકારો અને ઉત્તરદાયિત્વ માટે સાયકલ પર પ્રવાસ ખેડી જનજગૃતિ ચલાવવા બદલ રાજસ્થાનમાં સન્માન થયું

મોરબી : મોરબીના યુવાને દિવ્યાંગ બાળકો ના અધિકારોનું જતન થાય અને સમાજમાં ઉત્તરદાયિત્વ જળવાઇ રહે તે માટે રાજ્યભરમાં સાઈકલ પર પ્રવાસ ખેડી જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું જે બદલ તેમને રાજસ્થાનમાં નેશનલ એક્સલન્સ એવોર્ડ એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતુ.

- text

મોરબીમાં રહેતા વિજય વ્યાસ એ દિવ્યાંગ બાળકો પ્રત્યે સમાજમાં સમદૃષ્ટિ કેળવાય અને દિવ્યાંગ બાળકોના અધિકારોનું જતન થાય તે માટે તેમણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સાયકલ યાત્રા કરીને જનજાગૃતિ અભિયાન ચલાવ્યું હતું.જેમાં તેમણે ગુજરાતના 12 જિલ્લા અને ચોર્યાસી તાલુકામાં સાયકલ યાત્રા કરીને બહોળા જનસમુદાયને દિવ્યાંગ બાળકો પ્રત્યે સંવેદનશીલ અભિગમ કેળવવા તેમજ દિવ્યાંગ બાળકોની માનસિક ક્ષમતા વધે તે માટે મોટીવેશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.આ સાયકલ પ્રવાસ દરમિયાન તેઓ અશક્ત, પીડિત બાળકો અને તેમના માતા-પિતાને મળીને હકારાત્મક મનોવલણ કેળવવાનો સંદેશ આપ્યો હતો.તેથી તેમના આ કાર્યની સરહના થઈ છે.. દિવ્યાંગ બાળકોના અધિકારો અને તેના તરફ સમાજમાં અભિગમ બદલાય તે માટે આ યોગદાન આપનાર વિજય વ્યાસનું રાજસ્થાન ખાતે સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના સુરેશ ગુજર તથા મેડિકલ કોલેજના પ્રોફેસર ડોક્ટર સુભાષના હસ્તે મોરબીના યુવાનને નેશનલ એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

- text