ટંકારાવાસીઓએ પણ શહીદોના પરિવારજનો માટે દાનની સરવાણી વહાવી

- text


સ્ટાર પોલીપેકના માલિકે 75 હજાર, મજૂરોએ 25 હજાર : ઉમિયા વે બ્રિજ તરફથી 21 હજાર : બાળકોએ ગલા તોડી બચતની રકમ ફંડમાં આપી દીધી

ટંકારા : કાશ્મીર હુમલામાં શહીદ જવાનોના પરિવારજનોની મદદ માટે મોરબીના ઉદ્યોગકારો અને વેપારીઓ તેમેજ દરેક લોકો દ્વારા શક્ય હોય એટલી આર્થિક મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ટંકારાવાસીઓએ પણ શહીદ જવાનોના પરિવારજનો માટે ઉદાર હાથે દાનની સરવાણી વહાવી છે. ટંકારાના સ્ટાર પોલીપેકના માલીક વિનોદભાઈ ભાગિયા 75 હજાર અને તેમના મજૂરોએ 25 હજાર એમ કુલ 1લાખનો ચેક શહીદોના પરીવાર માટે મામલતદાર પંડયા અને પીએસઆઈ ચૌધરીને અર્પણ કર્યો હતો. જ્યારે શાળા સંચાલકો, તલાટી, વેપારી તેમેજ નાના બાળકો એ પણ ગલા તોડી પોતાનું યથાશક્તિ યોગદાન આપવા આગળ આવ્યા હતા.

પુલાવ ની ધટના બાદ શહીદ જવાનના પરીવાર પડખે દેશ આખો ઉભો છે અને હવે જીદંગી તો પાછી નહી અપાઈ પણ આપણે એના માટે હમદર્દી વ્યક્ત જરૂર કરી શકી એવા હેતુ થી સહાય ફંડમા યોગદાન આપવા સમગ્ર દેશની સાથે ટંકારા પણ સ્યંમભુ જોડાયું છે અને ફાળા માટે નિકળેલી ઝોલીને છલોછલ ભરી દીધી છે.

- text

જેમા આજે લતીપર રોડ પર આવેલી સ્ટાર પોલીપેક ઈન્ડસ્ટ્રીઝ ના વિનુભાઈ કેશવભાઈ ભાગીયા એ 75 હજાર અને મજૂરોએ 25 હજાર મળી કુલ 1લાખ નો ચેક આપ્યો હતો. જ્યારે ઉમીયા વે બ્રિજ ના માલીકે 21 હજાર નો ચેક અર્પણ કર્યો છે જ્યારે ટંકારા ના ખેડુત રમેશભાઈ અધારા એ દુષ્કાળના સહાય રૂપે આવેલી 11600ની રકમ શહીદો માટે આપી દેશ ભાવના વ્યક્ત કરી છે. તદ્ઉપરાંત લતીપર ચોકડીએ આવેલી વેપારી ની દુકાનો માથી બેક લાખ જેટલી રકમ એકઠી કરી દીધી છે.

- text