ટંકારા : કારના કાચ તોડી અગત્યના ડોક્યુમેન્ટની ચોરી

- text


ધર્મભક્તિ સોસાયટીમાં બે કારમાં તોડફોડની ઘટનાથી રહેવાસીઓમાં રોષ

ટંકારા : ધરફોડી બને પણ કારફોડી કરી તસ્કરો ચોરી ને અંઝામ આપતા થયા છે. વાત જાણે એમ છે કે ટંકારા ના જબલપુર વિસ્તાર બાજુ આવેલી ધર્મ ભક્તિ સોસાયટીમા ગત રાત્રે ધર્મેન્દ્ર ફેફરની કાર તેના ધર બહાર પાર્ક કરી હતી ત્યારે અજાણ્યા શખ્સો દ્વારા અલ્ટો કાર અને આઈ ટ્વેન્ટી ને નિશાન બનાવી કારના કાચ તોડી અંદર રહેલા જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે બેન્ક ચેકબુક આધારકાડ પાનકાડ જેવી કેવાઈસિ ડોક્યુમેન્ટ લઈ જતા નવાઈ લાગી છે.

- text

ચોરો પણ ડીઝીટલ થયા છે કે શુ પહેલા તો દુકાન તોડી ખાધચિજો લઈ જતા હવે નવીનતમ ચોરી થી ગાડી અંદર રાખતા ડોક્યુમેન્ટની પણ ચોરી થઈ રહી છે. જોકે આ ધટના ની જાણ ટંકારા પોલીસ ને કરી હોવાનું સ્થાનિક રહીશો એ જણાવ્યું છે.જ્યારે એક સાથે બે કારમાં તોડફોડની ઘટનાથી રેહવાસીઓમાં રોષની લાગણી ફેલાઇ હતી.

- text