મોરબીના ભરતનગર ગામે ધૂનના માધ્યમથી શહીદો માટે રૂ 1.02 લાખનો ફાળો એકત્ર

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામે પાચોટીયા પરિવાર દ્વારા ધૂંનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહીદોના પરિવાર માટે રૂ.1.02 લાખનો ફાળો એકત્ર થયો હતો.ધૂનમાં એકથી થયેલી આ દાનની રકમ ધૂન મંડળ ગ્રૂપ શહીદોના પરિવારોને સમર્પિત કરશે.

જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોના પરિવારોને મદદરુપ થવા ઠેરઠેરથી અનુદાનનો ધોધ વરસી રહ્યો છે.ત્યારે મોરબીના ભરતનગર ગામે રહેતા મણીબેન પાચોટીયાના પુત્રો મગનભાઈ અને માધવજીભાઈના ઘરે મોરબીના શનાળા રોડ પરના ચિત્રા ધૂન મંડળ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહીદો માટે અનુદાનની સરવાણી વહી હતી અને આ ધૂનના કાર્યક્રમમાં રૂ,1.02 લાખ જેવી દાનની રકમ એકઠી થઈ હતી.ત્યારે આ દાનની રકમ પાચોટીયા પરિવાર અને ભરતનગર ગામ વતી ધૂન મંડળને આપવામાં આવી હતી.ત્યારે આ રૂ.1.02 લાખની અનુદાનની રકમ શહીદોના પરિવારને અર્પણ કરાશે તેવું ધૂન મંડળના પ્રમુખ ટી.સી.ફુલતરિયાએ જણાવ્યું હતું.

- text

- text