મોરબી વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસો.દ્વારા 8 લાખ ફાળો એકત્ર કરાયો

મોરબી : મોરબી વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસો. દ્વારા શહીદ પરિવારોને મદદરૂપ થવા માટે રૂ 8 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના સપૂતોને ઠેરઠેરથી શ્રદ્ધાંજલી સાથે શહીદોને પરિવારોને મદદરૂપ થવા અનુદાનનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે મોરબીમાં વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસોસિએશનએ ગ્રુપના સભ્યોને શહીદોને મદદરૂપ થવાનું આહવાન કર્યું હતું.જેના પગલે ગુપના સર્વે સભ્યો અને ટ્રાન્સપોટર મિત્રોએ શહીદો માટે આનુદાનની સરવાણી વહાવતા શહીદોના પરિવારો માટે રૂ.8 લાખની માતબર રકમનો ફાળો એકઠો થયો છે. તેથી વોલ ક્લોક એન્ડ ગિફ્ટ આર્ટિકલ એસો.ના પ્રમુખ સંજયભાઈ રાજા તથા કારોબારી સભ્ય વતી શહીદ પરિવારોને મદદરૂપ થનાર ગ્રુપના તમામ સભ્યો અને ટ્રાન્સપોટર મિત્રોનો આભાર માન્યો હતો.