આતંકી હુમલાથી મોરબીમા ધગધગતો રોષ : શહીદો માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો

- text


 

આમરણના ડાયમંડનગર, ખાનપર, જેતપર, રવાપર રોડ પરની આલાર્પ પાર્ક અને પટેલનગર સોસાયટી, ઘૂંટુ ગામે તિરંગા સાથે કેન્ડલ માર્ચ ,મશાલ રેલી સહિતના કાર્યકમો યોજાયા

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભરતમાતાના વીર સપૂતોને મોરબીવાસીઓ અવિરતપણે અશ્રુભીની અંજલિ આપી રહ્યાં છે.જેમાં આમરણના ડાયમંડનગર, ખાનપર, જેતપર, રવાપર રોડ પરની આલાર્પ પાર્ક અને પટેલનગર સોસાયટી, ઘૂંટુ ગામે તિરંગા સાથે કેન્ડલ માર્ચ ,મશાલરેલી સહિતના કાર્યક્રમો યોજીને ધરતીમાતાના વીર સપૂતોને બલિદાનની ભારે હૈયે વીરાંજલિ આપવામાં આવી હતી.તેમજ આતંકવાદીનાં પૂતળાનું દહન કરી પાકિસ્તાન સામે ધગધગતો આક્રોશ વ્યક્ત કરાયો હતો.

આમરણના ડાયમંડનગરમાં કેન્ડલ માર્ચ 

મોરબીના આમરણ ગામે આવેલા ડાયમંડનગરમાં ગતરાત્રે શહીદોને શ્રદ્ધાજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગામના તમામ વિદ્યાર્થીઓ અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી કાઢી હતી.અને ભારે હૈયે વીર સપૂતોને શ્રદ્ધાંજલી આપી ભારત સરકાર આંતકી હુમલાનો જડબાતોડ જવાબ આપે તેવી માંગ કરી હતી.

જેતપર ગામે કેન્ડલ માર્ચથી સપૂતોને શ્રદ્ધાંજલી અપાઈ 

મોરબી તાલુકાના જેતપર ગામે ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.જમા અબાલ વૃદ્ધ સહિત ગામના તમામ લોકોએ તિરંગા સાથે મોબાઈલ ટોચથી મૌન રેલી કાઢી હતી અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલી આપીને આંતકી હુમલા સામે જવાબી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

પટેલનગર અને આલાપપાર્ક સોસાયટીમાં શહીદોને શ્રદ્ધાંજલી આપાઈ 

મોરબીના રવાપર રોડ ઉપર આવેલી પટેલનગર અને આલાપ પાર્ક સોસાયટી દ્વારા સયુંકતપણે શહીદોને શ્રધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બન્ને સોસાયટીના લોકોએ કેન્ડલ માર્ચ કરીને શહીદોને શ્રધાંજલિ આપી હતી.તેમજ પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે આતંકવાદીના પૂતળાનું દહન કરીને ભારત સરકાર આતંકવાદીઓને પોષતા પાક.સામે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.

- text

ખાનપર ગામે શહીદોને શ્રદ્ધાંજલી અપાઈ

મોરબીના ખાનપર ગામે શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.જેમાં ગ્રામજનોએ મોબાઈલ ટોર્ચથી કેન્ડલ માર્ચ યોજીને ભરતમાતાના વીર સપૂતોને ભાવજલી અર્પણ કરી હતી.સાથોસાથ ભારત સરકાર આતંકવાદી પ્રવૃત્તિને કડક હાથે ડામી દે તેવી માંગ કરી હતી.

ઘુટુ ગામે શહીદોને વીરાંજલિ અર્પણ કરાઈ

મોરબીના ઘુટુ ગામે ગતરાત્રીના સમયે આંતકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.મોટી સંખ્યામાં ગ્રામજનો સફેદ વસ્ત્રોમાં ગામના ચોકમાં એકઠા થઇ કેન્ડલ માર્ચ યોજીને શહીદોને શ્રદ્ધાંજલી આપી હતી અને ભારત સરકાર સમક્ષ આંતકી હુમલા સામે જડબાતોડ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- text