મોરબી સમૂહ લગ્નમાં શહીદોને શ્રદ્ધાંજલી અપાઇ

- text


ચુવાળીયા કોળી ઠાકોર સમાજની 7 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા : સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયુ

મોરબી : મોરબી મહેન્દ્રનગર રામધન આશ્રમ ખાતે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ મોરબી જિલ્લા દ્વારા ચતુર્થ સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજની ૭ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. તેમજ શ્રી ચુવાળીયા ઠાકોર સમાજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે જમ્મુ-કાશ્મીરના પુલવાંમા આતંકી હુમલામાં શહીદ થયેલા વીર શહીદ જવાનોને સમૂહ લગ્નમાં બે મિનીટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

- text

આ સમૂહ લગ્નમા સમારંભના અધ્યક્ષ રામધન આશ્રમના પરમ પૂજ્યભાવેશ્વરીબેને સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા.આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય સંત ચંદુબાપુ કેસર આશ્રમ જોધપર તેમજ નવા મકનસર રામદેવપીર ની જગ્યાના મહંતશ્રી ભરતભાઈ ધોળકિયા તેમજ મુખ્ય મહેમાન હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા તેમજ પપ્પુ ભાઈ (છત્રસિંહ )ઠાકોર ચુલીવારા ભરતભાઈ ગણેસીયા વાંકાનેરથી જયંતીભાઈ મંદ્રેસાણીયા અમુ ભાઈ ઠાકોર ની તેમજ માળિયા તાલુકા થી શંભુભાઈ ભીમાણી એડવોકેટ મહેશભાઈ ગણેશીયા એડવોકેટ દિલીપભાઈ અગેચાણીયા તેમજ સાધુ સંતો સમાજના આગેવાનો જિલ્લાના અધિકારીશ્રી ઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેલ આ શુભ અવસર ને સફળ બનાવવા માટે સમૂહલગ્ન સમિતિના પ્રમુખ ભાણજીભાઈ ડાભી ઉપ-પ્રમુખ દીપકભાઈ( અનિલભાઈ )સારલા તેમજ વિદ્યાર્થી ઉત્કર્ષ મંડળના જગદીશભાઈ બાંભણિયા દિનેશભાઈ સાંથલીયા વિજય ભાઈ વરાણીયા તુલસીભાઈ પાટડીયા ગોપાલભાઈ સીતાપરા સમાજના વડીલ અગ્રણી દેવજીભાઈ ગણેસીયા એ ભારે જહેમત ઉઠાવી હતી

- text