મોરબીની એલ. ઈ. કૉલેજના બે છાત્રો જીટીયૂમા પ્રથમ ક્રમે

મોરબી : ડિસેમ્બર 2018 માં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ડિપ્લોમા સેમેસ્ટર 5 ની પરિક્ષા માં એલ. ઈ. કૉલેજ ડિપ્લોમાના બે વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ હાંસલ કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.

એલ. ઇ. કોલેજના સંકેત બી પૈજા અને અબ્બાસ ઝેડ ઢેબરે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 10.00 એસ.પી.આઈ સાથે પ્રથમ ક્રમાંક મેળવી એલ. ઈ. કૉલેજ તથા મોરબીનું ગૌરવ વધારેલ છે.આ બંને વિધાર્થીઓ ને કૉલેજના પ્રિન્સીપાલ ડી.બી. વાગડીયા અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ આઈ. ટી. એન.એ.ફાટક તથા એલ. ઈ. કૉલેજ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.