મોરબી : પાંચ શાળાઓના છાત્રો માટે બોર્ડની પ્રિ એક્ઝામ યોજાઈ

વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાને લઇને જે ડર હોય છે તે ડરને દૂર કરવા માટે મોરબીની તપોવન સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની પાંચ શાળાઓ તપોવન સ્કૂલ, રાંદલ સ્કૂલ, સત્યમ વિદ્યાલય, સમજુબા સ્કૂલ તથા નવોદય વિદ્યાલય – ઘુંટૂંના ધોરણ – ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પ્રિ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સિરીઝ મુજબ પેપર, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર તથા પોલીસ પ્રોટેક્સન સાથે આબેહૂબ બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મનોજભાઈ ઓગણજા તથા અન્ય શાળાના સંચાલકો દ્વારા સ્ક્વોર્ડ તથા સ્થળ સંચાલકની કામગીરી નિભાવી હતી. આ ઉત્તમ આયોજન માટે મનોજભાઈ ઓગણજા, નરેશભાઈ સાણજા, લલિતભાઈ કાનાણી, પ્રકાશભાઈ વરમોરા સહિતના સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી.