હડમતિયાના ગ્રામજનોએ શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરી

- text


હડમતીયા : ૧૯૭૧ માં પાકિસ્તાન સામે લડાઈ લડી ચુકેલા વયોવૃદ્ધ નિવૃત મિલેટ્રીમેન મુસ્લિમ બિરાદર સુલેમાન સુમારભાઈ અે શહિદોને પ્રથમ પુષ્પાંજલી અર્પણ કરી હતી અને પોતાની આપવિતી જણાવતા કહ્યું હતું કે આ નાપાક પાકિસ્તાન પોતાની હરકતોથી નહી સુધરે સરકારે આપણા જવાનોને છુટ આપી પાકિસ્તાનને ધુળ ચાટતું કરી દેવું જોઈઅે. આટલુ જણાવતા સુલેમાનભાઈ પણ ભાવવિભોર બની ગયા હતા.

ટંકારા તાલુકાના હડમતિયામાં કાશ્મીરના પુલાવામાં CRPF ના જવાનો પર થયેલા નાપાક આતંકવાદી હુમલાથી ૪૪ જવાનોઅે શહિદી વહોરી છે ત્યારે દેશ ભરમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ત્યારે નાપાક આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી જીલ્લાના ટંકારાના હડમતિયામાં ગ્રામજનો દ્વારા રામજીમંદિર ચોકમાં કેન્ડલ માર્ચ યોજી ૪૪ વીર જવાનોને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પહેલા ગ્રામજનોઅે ઉરી આતંકવાદી હુમલામાં આપણા શહિદ થયેલ જવાનોને પણ શ્રદ્ધાંજલી આપી હતી અને આજે પણ યાદ કર્યા હતા. માઁ ભોમકાની રક્ષા કાજે શહિદ થયેલા આ જવાનોમાં કોઈ બહેને માડી જાયો વીર તો કોઈ સૌભાગ્યવતી નારીઅે પોતાનું સિંદુર તો કોઈ માતાઅે પોતાનો લાડલો દિકરો તો કોઈ વ્હાલસોય દિકરીઅોઅે પોતાના પિતા ગુમાવ્યા હોવાથી ગ્રામજનોઅે આ હુમલાને વખોડી કાઢી નાપાક આતંકવાદીઅો વિરુધ સુત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. અને “ભારતમાતા કી જય” શહિદ જવાનો અમર રહો” ના ગગનભેદી નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

જયારે કેન્ડલ માર્ચ સમયે અેક ધુન પણ સંભળાય રહી હતી…”અેય મેરે વતન કે લોગો” “બેટી પુકારે પાપા તુમ કહા ચલે ગયે” તેમજ સંદેશે આતા હૈ હમે તડપાતે હૈ કે ઘર કબ આઅોગે…જેવી ધુનથી સમસ્ત ગ્રામજનોની આંખોના ખુણા ભીના થઈ ગયા હતા

હડમતિયાની સરકારી પ્રાથમિકશાળાના બાળકોઅે તેમજ શિક્ષકોઅે પણ સવારમાં પ્રાર્થના સમયે બે મિનિટનું મૌન પાળી શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી શિક્ષણકાર્યની શરુઆત કરી હતી.

- text

- text