મોરબીની બેહનો કેન્ડલ માર્ચ અને ગીતાજીના પાઠ કરી શહીદોને શ્રદ્ધાસુમન આપશે

- text


 

યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા રવિવારે સાંજે 4 વાગ્યે કાર્યક્રમનું આયોજન : તમામ મહિલાઓને જોડવા આહવાન

મોરબી : જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા દેશના વીર સપૂતોને સર્વત્ર વિરાંજલી અપર્ણ કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં ક્રાંતિકારી વિચારોને વરેલા દેશભક્તિની ભાવના અખંડિત રાખતા યંગ ઇન્ડિયા ગ્રૂપની મહિલા વિગ દ્વારા આવતીકાલે શહીદોને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આવતીકાલે રવિવારે સાંજે 4 વાગ્યે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગના સભ્યો સહિત મોરબીની મહિલાઓ નવા બસ સ્ટેન્ડ પાસે સફેદ પોશાકમાં એકઠા થઇ શહીદોના આત્માની શાંતિ માટે ગીતાજીના પાઠ કરશે. બાદમાં ત્યાંથી કેન્ડલ માર્ચ યોજી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચી શહીદોને શ્રદ્ધાંજલી આપશે.

- text

મોરબીમાં ઘણા સમયથી વિવિધ ક્રાંતિકારી અને રચનાત્મક કાર્યક્રમો યોજીને શહરીજનોમાં દેશભાવના જાગૃત રાખતું જાણીતું યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા આવતીકાલે તા.17ને રવિવારે કાશ્મીરમાં આંતકી હુમલામાં શહીદ થયેલા ભારતમાતાના વીર સપૂતોને શ્રદ્ધાજલી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યંગ ઇન્ડિયા ગુપની મહિલા વિગના સભ્યો કાલે સાંજે 4 વાગ્યે મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે સફેદ વસ્ત્રોમાં એકઠા થશે અને શહીદોના આત્માને સદગતિ મળે તે માટે ગીતાજીના પાઠ કરશે. ત્યારબાદ મહિલાઓ કેન્ડલ માર્ચ યોજીને ગાંધીચોકમાં આવેલી શહીદ ભગતસિંહની પ્રતિમા પાસે પહોંચીને શહીદોને અંજલિ આપશે અને ત્યાંથી પરત નવા બસ સ્ટેન્ડે આવશે.

ત્યારે શહીદોની આ શ્રદ્ધાંજલીના કાર્યક્રમમાં શહેરના તમામ વર્ગની બહેનોને જોડાવવાનું યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિગ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જોડાવા માટે તેમેજ વધુ માહિતી માટે મહિલા વિગના અગ્રણી ધરતીબેન બરાસરા 98259 41704, મંજુલાબેન દેત્રોજા 9601728800, જયશ્રીબેન ચૌહાણ 9909215515, ઉર્વીબેન સંઘવી 9033825225, કાજલબેન ચંડીભમ્મર 98254 88733 ઉપર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે.

- text