મોરબી સીરામીક ટ્રેડર્સ એસો.એ શહીદોના પરિવાર માટે રૂ. ૪ લાખની સહાય એકત્ર કરી

- text


ફાળો એકત્ર કરવાની જાહેરાત થયાને માત્ર ત્રણ કલાકમાં જ માતબર રકમ એકત્ર થઈ : હજુ પણ સહાયની સરવાણી યથાવત

મોરબી : મોરબીમાં શહીદોના પરિવારના લાભાર્થે સહાય વર્ષા થઈ રહી છે. તેવામાં મોરબી સીરામીક ટ્રેડર્સ એસોસિએશને પણ શહીદોના પરિવાર માટે ફાળો એકત્ર કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાતની માત્ર ૩ કલાકમાં જ રૂ. ૪ લાખનો ફાળો એકત્ર થઈ ગયો છે.

કાશ્મીરના પુલવામાં આત્મઘાતી હુમલો થતા સીઆરપીએફના ૪૪ જવાનો શહીદ થયા છે. આ શહીદ જવાનોના પરિવારને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવા આશયથી મોરબીવાસીઓએ રીતસર સહાયનો ધોધ વર્ષાવ્યો છે. ત્યારે મોરબી ટ્રેડર્સ એસોસિએશને પણ શહીદોના પરિવારોના લાભાર્થે ફાળો એકત્ર કરવાનો નિર્ણય લઈને આ અંગેની જાહેરાત કરી હતી.

- text

આ જાહેરાત થયાને તુરંત જ વેપારીઓએ અનુદાનની સરવાણી વ્હાવતા માત્ર ૩ કલાકમાં રૂ. ૪ લાખ જેવડી માતબર રકમ એકત્ર થઈ ગઈ છે. હજુ પણ આ સહાયની સરવાણી ચાલુ જ છે. જે કોઈ વેપારી શહીદોના પરિવારના લાભાર્થે અનુદાન આપવા ઇચ્છતું હોય તેઓને સીરામીક ટ્રેડિંગ એસોસિએશનના મો.નં. 80000 43144 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે

- text